Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સુરતના ડીંડોલીમાં સસરા-વહુ વચ્ચે ઘરકંકાસ થતા સસરાએ ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

સુરત:નવી સિવિલથી મળેલી વિગત મુજબ ડીંડોલીમાં ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં રહેતા ૬૫ વષીૅય વિજયમણી રામખીલાવન દુબેએ ગઇ કાલે મોડી રાતે ઘરમાં હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો.  તેમના પરિવારના સભ્યોની નજર પડતા તેમને નીચે ઉતારીને સારવાર માટે નવી સિવિલમાં લઇ ગયા હતા.જયાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. વિજયમણીની  પુત્રવધુ સાથે રકઝક થઇ હતી.તેથી તેમને માંઠુ લાગી આવતા પગલુ ભર્યુ હોવાની શકયતા છે.તે નિવૃત જીવન ગાળતા હતા. અંગે ડીંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:53 pm IST)