Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સુરતના નાના વરાછાના યુવાને અગમ્ય કારણોસર કોરાટ બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી મોતને વ્હાલું કરતા ચકચાર

સુરત:નાના વરાછા અને મોટા વરાછાને જોડતા સવજી કોરાટ બ્રીજ પરથી યુવાન બિલ્ડરે તાપી નદીમાં છલાંગ મારી હતી. ફાયરજવાનોએ 12 કલાક સુધી નદીમાં તેમની શોધખોળ કરી હતી પરંતુ કોઇ ભાળ મળી ન હતી.ફાયરબ્રિગેડના સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ નાના વરાછાના ચીકુવાડી પાસે સ્નેહ સ્મૃતિ સોસાયટીમાં રહેતા 35 વર્ષીય શૈલેષભાઇ પ્રેમજીભાઇ વઘાસીયા ગુરૃવારે સવારે મોપેડ લઇ ઘરેથી નીકળ્યા હતા અને સવજી કોરાટ બ્રીજ પર ગયા હતા.ત્યાં તેમણે મોપેડને સાઇડમાં પાર્ક કરીને ચપ્પલ પણ સાઇડમાં ઉતારી દીધી  હતી.બાદમાં તે નદીમાં કુદી પડયા હતા. ત્યાંથી પસાર થતા વ્યકિતની નજર પડતા તેણે ફાયરબ્રિગેડને જાણ કરી હતી.તેથી ફાયરઓફિસર વિનોદભાઇ રોજીવાડીયા ફાયરજવાનો સાથે પહોંચી ગયા હતા અને નદીમાં બે બોટમા 8 ફાયરજવાનોએ તેમની શોધખોળ આદરી હતી.  ફાયરજવાનો ઓકસીજન બોટલ  પહેરીને પાણીની અંદર પણ ગયા હતા. જેમાં 6 થી 7 ઓકસીજન બોટલનો ઉપયોગ થયો હતો. સતત 12 કલાક સુધી નદીમાં શોધખોળ કરી હતી.જોકે મોડી સાંજે અંધારુ થયા સુધીમાં ભાળ નહી મળતા ફાયરજવાનોએ બહાર આવવુ પડયુ હતુ. નોધનીય છે કે શૈલેષભાઇ મુળ ભાવનગરના તળાજા તાલુકાના શોભાવડગામના વતની હતા.તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.તે બાંધકામ કન્ટ્રકશના કામ સાથે સંકળાયેલા હતા. નાણાકીય તકલીફમાં તેણે આ પગલુ ભર્યુ હોવાની ચર્ચા છે. સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

(5:51 pm IST)