Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ઇ-મેમોથી બચવા નંબર પ્લેટ સાથે ચેડા કર્યા તો વાહન જપ્ત થશે

વાહન ચાલકો નંબર પ્લેટ વાળી દે છે, તોડી નાખે છે અથવા માટીથી નંબર ઢાંકી દે છેઃ ચેડાં કરેલી નંબર પ્લેટ હશે તો હવે દંડ ભરી છટકી નહીં શકાય

અમદાવાદ તા. ૧પ :.. ટ્રાફીકના નવા નિયમો અમલી બનતાં જ આકરા દંડથી બચવા વાહન ચાલકોએ ગતકડાં કરવાનાં ચાલુ કી દીધા છે ટ્રાફીક નિયમના ભંગ બદલ આકરો દંડ ભરવો ન પડે તે માટે કેટલાક વાહન ચાલકો તેમની એચએસઆરપી નંબર પ્લેટ સાથે ચેડાં કરતા જોવા મળતા હોવાની વ્યાપક ફરીયાદો વિભાગને મળતાં આવા વાહન ચાલકોના વાહનો સીધા જપ્ત કરી લેવાનો આદેશ અપાયો છે.

હેલ્મેટના પહેરી હોય, રોંગ સાઇડમાં વાહન ચલાવતા હોય, સિગ્નલ તોડયું હોય તેવા દરેક કિસ્સામાં ટ્રાફિકના નિયમના ભંગ બદલ હાઇવે પ્રોજેકટ અંતર્ગત કેમેરા જ વાહન ચાલકને ઇ-મેમો ફટકારવામાં ભાગ ભજવે છે પરંતુ કેટલાક વાહન ચાલકો દંડથી બચાવા હવે કેમેરાને પણ ઊંઘા ચશ્મા પહેરાવવા માટેની ચાલાકી કરી રહ્યા છે.

કેટલાક વાહન ચાલકો દંડથી બચવા નંબર પ્લેટને વાળી દે છે તો કેટલાક થોડા ઘણા અંગે તોડી નાખે છે તો કેટલાક તેના પર કલર કરી નાખે છે કેટલાક બહેનો ડબલ સવારીમાં પાછળ બેસીને તેમનો દુપટ્ટો કે સાડીનો છેડાથી નંબર પ્લેટને ઢાંકી દે છે જેના કારણે કેમેરામાં વાહનનો નંબર ન દેખાય અને વાહનના નિયમ ભંગ બદલ દંડથી બચી શકાય.

આ અંગે એઆરટીઓ એસ. એ. મોજણીઘરે જણાવ્યું હતું કે વાહનચાલકો ટ્રાફિક નિયમના દંડથી બચવા આવા કીમિયા શોધી કાઢે છે.જે નિયમ વિરૂદ્ધ છે. ખાસ કરીને વાહનની નંબર પ્લેટ સ્પષ્ટ રીતે વંચાય તે રીતની હોવી જોઇએ. નંબર પ્લેટમાં ચેડા કરનારા વાહનચાલકો સામે વાહન જપ્તી સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.

પરંતુ હવે આવી ચાલાકી ચાલશે નહી, નંબર પ્લેટ વળી ગયેલી, ઢાંકી દીધેલી, કલર કરેલી કે ખામી ભરેલ હશે તો વાહનચાલકે તેને તુર્ત જ બદલી દેવી  પડશે નહીતર ટ્રાફિક પોલીસ અને આરટીઓ તેમનું વાહન જપ્ત કરી લેશે. વાહનચાલકના ટ્રાફિકના નિયમ ભંગ બદલ કેમેરામાં ઝડપાયા તો દંડનો મેમો સીધો તેમના ઘેર આવી જાય છે. પરંતુ લોકો આવા દંડથી બચવા નીતનવાં ગતકડાં શોધી કાઢે છે. તેની સામે પોલીસ પણ હવે જપ્તીનું હથિયાર અજમાવશે. જે વાહનોમાં એચએસઆરપી નહીં હોય તેમને ટુ-વ્હીલરમાં રૂ.૩૦૦ થી વ્હીલરમાં રૂ.૪૦૦ ફોર વ્હીલરમાં રૂ.૫૦૦ અને અન્ય ભારે વાહનોમાં રૂ.૧૦૦૦નો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે.

(3:50 pm IST)