Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

યુવા વિદ્યાર્થીઓને ગ્લોબલ વોર્મિંગનો ઉકેલ શોધવા પ્રોત્સાહિત કરીએઃ ભૂપેન્દ્રસિંહ

રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિઓને શિક્ષણમંત્રીનો અનુરોધ

ગાંધીનગર,તા.૧૫:અત્યારે સમગ્ર દેશ અને આપણું રાજય જયારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓનો ભોગ બન્યું છે, તેમાં પણ ખાસ કરીને રાજયના ખેડતો ગ્લોબલ વોર્મિંગને કારણે અતિવૃષ્ટિનો ભોગ બન્યા છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુચક્રની અસમતુલાનો ભોગ રાજયનું કૃષિક્ષેત્ર બન્યું છે ત્યારે સ્ટાટબપ, ઇનોવેશન અને સંશોધન દ્વારા ગ્લોબલ વોર્મિંગના કારણે ઉદભવતી સમસ્યાઓનો ઉકેલ લાવવા રાજયની યુનિવર્સિટીઓને અગ્રેસર બનવા શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજયની યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓને આહવાન કર્યું છે.

ગઇ કાલે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે શિક્ષણ રાજય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેતથા શ્રીમતી અંજુ શર્મા અગ્રસચિવશ્રીશિક્ષણની ઉપસ્થિતિમાં રાજયના શિક્ષણ વિભાગ હસ્તકની સરકારી તથા ખાનગી યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓના  એકદિવસીય પરિસંવાદને સંબોધતા શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આપણું યુવાધન ખુબ જ તેજસ્વી છે, તેમનામાં અગાધ શકિતઓ પડેલી છે ત્યારે વિદ્યાર્થીઓ-યુવાનો સ્ટાર્ટઅપના વિવિધ પ્રયોગો કે સંશોધનો દ્વારા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓનો ઉકેલ શોધવા પ્રોત્સાહિત બને તેવું વાતાવરણ નિર્માણ કરવાની ખુબ જ જરૂરિયાત છે.

રાજયની યુનિવર્સિટીઓ દેશની કે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં સ્થાન પામી શકે તે દિશામાં પણ નક્કર આયોજન કરવા શ્રી ચુડાસમાએ કુલપતિશ્રીઓને અપિલ કરી હતી. વૈશ્વિક કક્ષાએ શિક્ષણના વિવિધ માપદંડોમાં કોઇ ચોક્ક્સ માપદંડ પસંદ કરીને તેમાં આપણે કયાં છીએ અને ત્યાં સુધી પહોંચવા શું કરવું જોઇએ તેનું ચિંતન કરી નક્કી કરેલા લક્ષ્યાંકે પહોંચવા યુનિવર્સિટીઓએ રોડમેપ પણ તૈયાર કરવો જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું.

કુલપતિશ્રીઓની આજની બેઠકમાં યુનિવર્સિટીઓના નેશનલ રેન્કીંગ, નેશનલ બોર્ડ ઓફ એક્રેડીટેશન (એમ.બી.એ) અને નેશનલ ઈન્સ્ટીટયુશનલ રેન્કીંગ ફેમવર્ક (એન.આઈ.આર.એફ.) રેન્કીંગમાં વધારો કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. નેશનલ રેન્કીંગ અને નેશનલ બોર્ડ ઓફ એક્રિડીટેશન માટે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. આ પ્રકારનું એસેસમેન્ટ નકકી કરાયેલી એજન્સી દ્વારા કરાશે. આ બેઠકમાં એવું પણ નકકી કરાયું હતું કે, યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન કોલેજોમાં પણ રેન્કીંગની પધ્ધતિ તથા નેકએક્રેડીટેશન ફરજીયાત કરાશે.

રાજયની શૈક્ષણિક સંસ્થાઓના માર્કેટીંગનું આયોજન, રાજયમાં શૈક્ષણિક તકોને સમાવિષ્ટ કરતી સામયિક (ત્રિમાસીક)ની પ્રસિધ્ધિ, દરેક ઈવેન્ટ માટે ભાગીદાર સંસ્થાઓ, એજન્સીઓ અને લક્ષિત પ્રેક્ષકોને ઓળખવા અને તેમનો સંપર્ક કરવો, તમામ સેમિનારો, મીટીંગ્સ, કોન્ફરન્સ, કાર્યવાહીનું દસ્તાવેજીકરણ, નેટવર્કિંગ મિટીંગ્સ, પેનલ ચર્ચાઓ, સંમેલનો, કાર્યક્રમો દરમિયાન મીટીંગ્સ (બી-ટુ બી, બી-ટુ-જી, અને જી ટુ જી) વગેરે, સોશિયલ મીડિયા,મેસેજીંગ અને ઈમેઈલ સહિતની પ્રમોશનલ પ્રવૃત્ત્િ।ઓના આયોજનનો સમાવેશ થાય છે.

આ બેઠકમાં અગ્ર સચિવ, શિક્ષણ શ્રીમતી અંજુ શર્માએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. બેઠકમાં ઉપસ્થિત કુલપતિશ્રીઓએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો.

(3:37 pm IST)