Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

અમૂલમાં દૂધની આવક ૩૨ લાખથી ઘટીને ૨૨.૫ લાખ લિટર થઇ : શિયાળામાં આવક વધશે

દેશ ભરમાં દૂધનું ઉત્પાદન ઘટ્યું : ખેડૂતોએ ઘર ચલાવવા સાથે પશુપાલન પણ કરવું જોઈએ, તોજ ભવિષ્ય બનશે : રામસિંહ પરમાર

નડિયાદ,તા.૧૫: અમૂલમાં દૂધની આવક વધીને દરરોજના ૩૨ લાખ લિટર સુધી પહોંચી હતી. દેશભરમાં દૂધનું ઉત્પાદન ઘટ્યું છે. હાલમાં અમૂલમાં રોજ ૨૨.૫ લાખ લિટર જ દુધ સુધી પહોંચે છે.લૃ તેમ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને ચેરમેન રામસિંહ પરમારે નડિયાદ ખાતે યોજાયેલા સહકારી સપ્તાહની ઉજવણી સંદર્ભે મળેલી સભામાં ચિંતા વ્યકત કરી હતી.

આ પ્રસંગે રામસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોએ ઘર ચલાવવા ખેતી સાથે પશુપાલન કરવું જોઈએ. તો જ ભવિષ્ય બનશે. અગાઉ પશુપાલનને પ્રોત્સાહન આપવા કેડીસીસી બેન્ક અને અમૂલ દ્વારા લોન આપતા દૂધની આવક વધી હતી. હજુ ગયા વરસે જ અમૂલમાં રોજ ૩૨ લાખ લિટર દૂધ આવતું હતું. જેના પગલે દૂધની બાય પ્રોડકટ બનાવવામાં આવી હતી. દૂધની પીક સિઝન હજુ આવી નથી. શિયાળો જામશે તેમ દૂધ વધશે. જોકે, હજુ વિયાણ ચાલુ જ થયું છે. આ વખતે વિયાણ મોડું છે. ત્રણેક વરસમાં આવી ખાસ સાઇકલ આવતી જ હોય છે. ધીરે ધીરે વધશે. પરંતુ હાલ સાઇકલ મોડી છે.

(3:50 pm IST)
  • ગાઝામાં હવાઈ હુમલાના બીજા દિવસે મૃત્યુઆંક વધીને ૩૨ થયો : હુમલાના પહેલા દિવસે ઈસ્લામીક જિહાદ કમાન્ડર, તેની પત્નિ સહિત ૧૨ના મોતઃ ગાઝાના મોટાભાગના રોકેટને તોડી પડાયા હોવાનો ઈઝરાયેલી લશ્કરી સૂત્રનો દાવોઃ ગાઝામાંથી ઈઝરાયેલ પર રોકેટ વડે હુમલાઓ કરાયા access_time 11:23 am IST

  • સુરતના સાંસદ સી,આર,પાટીલે જણાવ્યું છે કે સુરત એરપોર્ટ વિસ્તૃતીકરણ પ્રોજેક્ટ માટે જરૂરી પર્યાવરણ ક્લિયરન્સ કેન્દ્ર તરફથી મળી ગયેલ છે access_time 10:04 pm IST

  • મહારાષ્ટ્રમાં ભાજપ સિવાય સરકાર સંભવી શકે નહીં: ચંદ્રકાંત પાટીલ : અમારી પાસે ૧૧૯ ધારાસભ્યો છે, મહારાષ્ટ્રમાં ભાજપ સિવાય સરકાર સંભવી શકે જ નહીં. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે આજે બપોર પછી કહ્યું હતું કે ૧૧૯ ધારાસભ્યોના સમર્થન સાથે દેવેન્દ્ર ફડનવીસે પક્ષના નેતાઓ સમક્ષ ભાજપની સરકાર રચી શકવા માટે વિશ્વાસ દર્શાવ્યો હતો. મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર આપવા અમે વચનબદ્ઘ છીએ. access_time 6:36 pm IST