Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

SGFI અને ICSE બોર્ડ દ્વારા યોજાતી ક્ર્રિકેટ, ટેબલટેનિસ, ફુટબોલ, બેડ મિંટન, વોલિબોલ, ચેસ, સ્વીમીંગ વગેરેે રમતોમાં વિજેતા SGVP વિદ્યાર્થીઓનું સન્માન

અમદાવાદ તા. ૧૪  દર વરસે SGFI ( સ્કુલ ગેઇમ ફેડરેશન ઓફ ઇન્ડીયા ) અને ICSE બોર્ડ દ્વારા ક્ર્રિકેટ, ટેબલટેનિસ, ફુટબોલ, બેડ મિંટન, વોલિબોલ, ચેસ, સ્વીમીંગ, કબડ્ડી, સ્કેટીંગ, યોગા, કરાટે વગેરે અનેક રમતોનું આયોજન થતું હોય છે. જેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓ ભાગ લઇને મોટી સંખ્યામાં વિજેતા તથા ઉપવિજેતા થતા હોય છે.

   જેમાં ચાલુ સાલે ૨૦૧૯ વર્ષ દરમ્યાન SGFI સ્ટેટમાં ૮૩ વિદ્યાર્થાઓ, SGFI નેશનલમાં ૦૮, CISCE સ્ટેટમાં ૨૮૪ વિદ્યાર્થાઓ, CISCE નેશનલમાં ૭૯ વિદ્યાર્થીઓ સિલેક્ટ થતા શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તેમજ સ્કુલના પ્રિન્સીપાલ શ્રી પદ્માકુમાર, સ્કુલના ચીફ એડમીનિસ્ટ્રેટર શ્રી હેમલ પંડ્યા, સ્પોર્ટસ કોર્ડીનેટર સંજય ચૌધરી વગેરેએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન -શુભેચ્છા સાથે સન્માનિત કર્યા હતા.

(12:23 pm IST)