Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

અમદાવાદઃ મ્યુઝિક ડાયરેકટર શેખરને બાફેલા ૩ ઈંડા પડયા રૂ. ૧૬૭૨માં

અમદાવાદ, તા.૧પઃ બોલીવુડના જાણીતા સંગીત નિર્દેશખ વિશાલ શેખરના જોડીદાર શેખર રાવજીયાણીએ હાલમાં જ ટ્વિટર પર એક બિલ પોસ્ટ કર્યું છે. આ બિલને વાંચીને તમે ચોંકી જશો, કારણ કે આ બિલના અનુસાર ત્રણ ઈંડાના સફેદ ભાગ માટે શેખરે ૧૬૭૨ રૂપિયા ચુકવવા પડ્યા. આ બિલ ફાઈવ સ્ટાર હોટેલ હયાત રિજેન્સીનું છે.

મહત્વનું છે કે ટ્વિટર પર બિલ શેર કરતા જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. ટ્વિટર પર આ બિલની કોપી શેર કરતા શેખરે લખ્યું કે, ત્રણ ઈંડાની સફેદી માટે ૧૬૭૨ રૂપિયા? આ જરૂર કરતા વધુ મોંદ્યું જમવાનું હતું.

આ પહેલા પણ આવું થઈ ચુકયું છે જયારે બોલીવુડ અભિનેતા રાહુલ બોસે ફાઈવ સ્ટાર હોટલ જેડબ્લ્યૂ મેરિયટમાં બે કેળા માટે ૪૪૨ રૂપિયા ચુકવ્યા હતા. મામલો વધ્યા બાદ હોટેલ પર ૨૫ હજારનો દંડ લગાવ્યો હતો. જો કે બાદમાં તેને યોગ્ય ગણાવતા ફેડરેશન આઙ્ખફ હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિયેશન આઙ્ખફ ઈન્ડિયાના ઉપાધ્યક્ષ જીએસ કોહલીએ કહ્યું હતું કે હોટેલમાં કોઈ પણ વસ્તુ સસ્તામાં નથી મળતી. જેની પાછળ તેમનો તર્ક એ હતો કે રસ્તા પર ૧૦ રૂપિયામાં વેચાતી કાઙ્ખફી હોટેલમાં ૨૫૦ રૂપિયામાં આપવામાં આવે છે, જેનું કારણ એ છે કે હોટેલ માત્ર સામાનને જ નથી ખરીદતા, પરંતુ સેવા, ગુણવત્ત્।ા, કટલરી અને સાફ સફાઈનું પણ ધ્યાન રાખે છે, જેનો ભાવ ગ્રાહક પાસેથી વસૂલવામાં આવે છે. થોડા સમય પહેલા પ્રિયંકા ચોપરા સાથે જે થયું તેણે ફાઈવ સ્ટાર હોટેલની ગુણવત્ત્।ા પર સવાલ ઉભા કરી દીધા છે. પ્રિયંકા ચોપરા પોતાની બહેન મીરા ચોપરા સાથે એક ફાઈવ સ્ટાર હોટેલમાં જમવા પહોંચી હતી, જયાં તેના જમવામાંથી કીડા નિકળ્યા હતા. મીરાએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. મીરાએ લખ્યું હતું કે, અમદાવાદના હોટેલના જમવામાં કીડા નિકળા. આ હોટેલ વાળા આટલા પૈસા વસૂલે છે અને તેના બદલામાં કીડાવાળું જમાડે છે. આ ચોંકાવનારી દ્યટના છે, હું પુછવા માંગું છું કે સુરક્ષા નિયમ હવે કયાં છે.

(11:39 am IST)