Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

20મીથી વલસાડનું છીપવાડ રેલવે ગરનાળુ ૭૫ દિવસ બંધ રાખવાના નિર્ણંય સામે આક્રોશ

ગરનાળુ અચાનક બંધ કરવાની જાહેરાત કરતા રેલ્વેતંત્રની જોહુકમી સામે ભારે રોષ

 

વલસાડ: શહેર ગુંદલાવ ખેરગામ પંથકની પ્રજાના અવન જાવન માટે વલસાદનું છીપવાડ રેલવે ગરનાળુ અતિ મહત્વનું છે. છીપવાડમાં રસ્તા અને રેલવે ગરનાળા ક્રમાંક ૩૩૦ - હજારોની વસ્તીના અવર-જવર માટે ભારે ઉપયોગી છે વલસાડનું છીપવાડ રેલવે ગરનાળુ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યા વિના ૭૫ દિવસ રેલવે ગરનાળુ અચાનક બંધ કરવાની જાહેરાત કરતા  રેલ્વેતંત્રની જોહુકમી સામે જન આક્રોશ ફેલાયો છે.

  વલસાડ શહેરની એકમાત્ર સ્મશાનભૂમિના ડાઘુઓને પણ પારાવાર મુશ્કેલી થશે,જે બંનેનું વિસ્તરણકામ ચાલે છે.આઈઆરકોન કંપનીએ નગરપાલિકાના સીઓને તા.૧૩/૧૧થી પત્ર લખી તા.૨૦/૧૧/૧૯ થી ૭૫ દિવસ માટે વિસ્તરણ કામ અર્થે સંપૂર્ણ અવરજવર બંધ કરવા લેખિત જાણ કરી છે જેની નકલ કલેકટર વલસાડને પણ આપવામાં આવી છે.

(12:29 am IST)