Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

કપરાડાના હેડલબારી ગામે બાઈક થાંભલા સાથે અથડાતા પહેલાં સગાઈ થયેલ યુવક-યુવતી સહિત ત્રણના કરૂણમોત

અકસ્માતમાં ભાવિ પતિ-પત્નીના મોતથી પરિવારજનો અને ગામમાં શોકની લાગણી

 

વલસાડના કપરાડાના હેડલબારી ગામે બાઈક થાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ત્રણના મોત નિપજ્યાં છે. એક યુવતીને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

સેલવાસ કંપનીમાં કામ કરી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન હેડલબારી ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જેમાં મૃતક યુવક અને યુવતીની પાંચ મહિના પહેલાં સગાઇ થઇ હતી.

અકસ્માત સર્જાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.અકસ્માતમાં ભાવિ પતિ-પત્નીના મોતથી પંથકમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે. પરિવારજનો અને ગામમાં શોકની લાગણી પ્રસરી છે.

(12:17 am IST)