Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

થરાદમાં પાણીના મામલે કોંગ્રેસ ધારાસભ્યોનું હલ્લાબોલ : નર્મદા કચેરીની તાળાબંધી કરી

સમસ્યા હલ કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી

થરાદ અને વાવ મતવિસ્તારના ખેડુતોને નર્મદાના પાણીના પ્રશ્નનોએ વારંવાર પડતી મુશ્કેલીઓ પડી રહી છે. જેને લઇ આજે વાવ-થરાદના ધારાસભ્યોએ તાળાબંધી કરાવતા હડકંપ મચી ગયો છે. આગામી 24 કલાકમાં જો તાત્કાલિક ધોરણે સમસ્યા હલ કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.

બનાસકાંઠા જીલ્લાના થરાદ અને વાવ પંથકમાં વારંવાર નર્મદાના પાણીને લઇ મુશ્કેલી સર્જાય છે. જેને લઇ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને થરાદ સ્થિત નર્મદાની કચેરીને તાળાબંધી કરતા ખળભળાટ મચી ગયો છે. મહત્વનું છે કે, પંથકના ખેડુતો માટે કેનાલો તુટવી, કેનાલોમાં સાફ-સફાઇ ન કરવી, પાણી સમયસર ન મળવુ સહિતના મુદ્દા રોજીંદા બની ગયા છે.

(9:29 pm IST)