Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

રસ્તા પર રમતી બાળકી પર યુવકો દ્વારા દુષ્કર્મ ગુજારાયો

અંજારમાં બનેલી ઘટનાથી ફરી એકવાર નારાજગી : પરપ્રાંતિય યુવકોએ રસ્તા પર રમી રહેલી બે વર્ષની માસૂમ બાળકીને પોતાની વાસનાનો શિકાર બનાવતાં ઉગ્ર આક્રોશ

અમદાવાદ,તા. ૧૫ :  અંજાર તાલુકાના વરસાણા પાસે આવેલી એક કંપની પાસેના માર્ગ પર રમતી બે વર્ષની બાળકી પર દુષ્કર્મનો ઘૃણાસ્પદ બનાવ સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. ચોંકાવનારી વાત તો એ છે કે, બે પરપ્રાંતીય યુવકોએ શ્રમિક પરિવારની બાળાને પોતાની વાસનાનો શિકાર બનાવીને દુષ્કર્મ આચર્યું હતુ, જેને પગલે ફરી એકવાર કચ્છ સહિત રાજયભરમાં પરપ્રાંતીયો પરત્વે ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં પોલીસને સ્થાનિકોએ જાણ કર્યા બાદ બંનેને દબોચી લીધા હતા. ઉત્તર ગુજરાતના ઢુંઢર ગામમાં બે માસની બાળકી પર દુષ્કર્મ બાદ રાજ્યમાં પરપ્રાંતીય પર હુમલાના બનાવનો વિવાદ અને પ્રત્યાઘાત હજુ પૂરેપૂરા શમ્યા નથી ત્યાં આજે કચ્છના અંજારના વરસાણા ખાતે રસ્તા પર રમી રહેલી બે-અઢી વર્ષની માસુમ બાળકી પર બે પરપ્રાંતીય નરાધમોએ સામૂહિક દુષ્કર્મની ઘટનાને રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં અંજામ આપ્યો હતો. જેને પગલે ફરી એકવાર રાજયમાં પરપ્રાંતીયો પરત્વે ચોતરફ ફિટકાર અને ઘૃણાની લાગણી ફેલાઇ રહી છે. અંજાર પોલીસે આપેલી માહિતી મુજબ પકડાયેલા બંને આરોપી ટ્રકના ક્લિનર છે. બાળકી રમતી હતી ત્યારે તેને ભોળવીને ટ્રકની નીચે લઈ ગયાં હતા અને દુષ્કર્મ ગુજાર્યું હતું. ટ્રક નીચે લઈ જઈને બાળકી પર ઉદયપુર રાજસ્થાનના ભરત મોહનજી ગામેતી (ઉ.વ.૩૩) અને રાજસ્થાનના સબલુકુમાર કાલુસિંહ ચૌહાણ (ઉ.વ. ૨૨) દુષ્કર્મ ગુજારતાં તેણે બૂમાબૂમ કરી હતી. જેને પગલે આસપાસ રહેતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને બંને દુષ્કર્મી આરોપીઓને રંગેહાથ ઝડપાયા હતા. ઘટનાસ્થળે ઉમટેલા લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે બંને આરોપીની અટકાયત કરી લીધી હતી. આરોપીઓ વિરુધ્ધ આઈપીસી ૩૭૬, પોક્સો એક્ટ

સહિતની કલમો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બે નરાધમ દ્વારા દુષ્કર્મ ગુજારાતા બાળકીને ઈજાઓ થઈ હતી. જેને પગલે તેને પહેલા અંજાર સરકારીહોસ્પિટલમાં સારવાર અપાયા બાદ ભુજ અદાણી જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાઈ હતી. બનાવને પગલે બંને પરપ્રાંતીય આરોપીઓ પરત્વે ચોતરફફિટકારની લાગણી વરસી રહી છે.

 

(8:47 pm IST)