Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

વડોદરાના ખોડિયાર નગરમાં સાવકા પિતાએ 9 વર્ષની કોમળ બાળકીને ઢોરમાર માર્યો: બાકીની ખોપડીમાં થયું ફેક્ચર

વડોદરા : શહેરના ખોડિયારનગર વિસ્તારમાં રહેતી ૯ વર્ષની ફુલ જેવી કોમળ બાળકીને તેના સાવકા પિતાએ માર માર્યા બાદ ઉચકીને જમીન પર પટકતા બાળકીની ખોપડીમાં ફ્રેક્ચર થઇ ગયુ છે. આશ્ચર્ય એ વાતનું છે કે આ વાતને બાળકીની સગી માતાએ છુપાવી રાખી હતી. 

બાળકીના મામા જૈમિન પંડયાએ આ ઘટના અંગે જાણકારી આપી હતી કે 'મારી બહેન દિવ્યાના ૬ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. ત્યારે તેની પુત્રીની ઉમર ૩ વર્ષની હતી. છૂટાછેડા બાદ દિવ્યાએ ખોડિયારનગરમાં રહેતો કેબલ ઓપરેટર ગૌતમ પ્રજાપતિ સાથે લગ્ન કર્યા હતા આ સમયે ગૌતમે પુત્રીને પણ દત્તક લઇને તેની જવાબદારી સ્વિકારી હતી. થોડા સમય પહેલા તેની આંખોની નીચે અને પગમાં ઇજાના નિશાન જોયા બાદ અમે દિવ્યાને અને ગૌતમને પુછ્યું હતું તો એવો જવાબ આપ્યો હતો કે તે રમતા રમતા પડી ગઇ હતી. પરંતુ આજે અમારા ઘરે એક પ્રસંગ હોવાથી દિવ્યા અને તેની પુત્રી અમારા ઘરે આવ્યા હતા. દિવ્યાની પુત્રી એટલે કે મારી ભાણી હાલમાં ૯ વર્ષની છે અને ધો.૩માં અભ્યાસ કરે છે તેણે માથામાં દુઃખતુ હોવાની અને ચક્કર આવતા હોવાની ફરિયાદ કરતા અમે તેના માથામાં જોયું તો સોજો હતો અને લોહી નિકળ્યાના નિશાન હતા અમને વાત સમજાઇ ગઇ હતી અને તુરંત એસએસજી હોસ્પિટલમાં લઇ ગયા હતા.

(5:41 pm IST)