Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

મહેમદાવાદ-અમદાવાદ રોડ પર બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: ચાલક સહીત બેને ગંભીર ઇજા

મહેમદાવાદ:મહેમદાવાદ-અમદાવાદ રોડ ઉપર આવેલી રાસ્કા ચેક પોસ્ટ ઉપર બે મોટર સાયકલો અથડાતા બાઈકચાલક સહિત બેને ઈજા થઈ હતી. 

આણંદ ખાતે લાંભવેલ-બાકરોલ રોડ ઉપર રહેતા ધનલ-મી ટાવરમાં રહેતા નિશાબેન મનોજકુમાર પંડ્યા ગત તા.૧૧/૧૧/૧૮ના રોજ મોટરસાયકલ નં. જી.જે.૨૩ બીએમ ૩૯૬૩ ઉપર સંબંધીને બેસાડી મહેમદાવાદ-અમદાવાદ રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે રાસ્કા ચેક પોસ્ટ નજીક પુરઝડપે આવતી મોટર સાયકલ નં. જી.જે.૨૭ એઆર ૬૯૮૩ આગળ જતાં વાહનની ઓવરટેક કરી રોંગ સાઈડમાં આવી મોટર સાયકલ સાથે અથડાવતા બાઈક ચાલક નીશાબેન પંડ્યા તેમજ પાછળ બેઠેલ ઈસમને ઈજા થઈ હતી. 

આ બનાવ અંગે નીશાબેન મનોજભાઈ પંડ્યાની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે બાઈક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:41 pm IST)