Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

તલોદમાં બેંક સાથે 4.43 લાખની છેતરપિંડી: ખાતેદાર વિરુદ્ધ ગુનો દાખલ

તલોદ: શહેરમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં કર્મચારીએ શરતચૂકથી એક ખાતેદારના બચતખાતામાં રૂ. ૬.૬૭ લાખ જમા કરી દેતા અને ખાતાધાર શખ્સે તે પૈકીની લાખોની રકમ ઉપાડી લઈ પુનઃ બેન્કને ભરપાઈ નહિ કરતા બેંકના શાખા મેનેજરે ખાતેદાર રાકેશ ભીખાભાઈ વાળંદ (મૂળ રહે. બડોદરાતા. તલોદ અને હાલ રહે. પંચવટી સોસાયટીતલોદ) સામે તલોદ પોલીસ દફતરે બેન્ક સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જેની પાસે બેન્ક હાલ રૂ. ૪.૪૩ લાખ વસુલ કરવા કાયદાકીય ધમધમાટ જારી રાખીને કાર્યવાહી કરી રહી છે.

તલોદની ભારતીય સ્ટેટ બેંકની શાખામાં છ માસ પહેલા અને કાલે જ પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. જેમાં તલોદના રાકેશ ભીખાભાઈ વાળંદે ગત તા. ૩૦-૪-૨૦૧૮ના રોજ અલગ અલગ બેન્કોના લગભગ ૯ જેટલા ચેક અલગ અલગ પાર્ટીઓના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ભરેલાકુલ રૂ. ૬.૬૭ લાખના ચેક એસબીઆઈમાંથી અલગ અલગ બેન્કોમાં ક્લીયરીંગમાં ગયા હતા.

(5:32 pm IST)