Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

વડોદરામાં ઉદ્યોગપતિના મકાનમાંથી હિન્દીભાષી મહિલાએ 35 લાખની મતાની તફડંચી કરી: પાંચ ટિમ પકડવા માટે કામે લાગી

વડોદરા:વાસણા-ભાયલી રોડ પર ઉદ્યોગપતિના મકાનમાં ધાપ મારી રૂ.૩૫ લાખની મત્તા ઉઠાવી જનાર યુવતીને શોધવા માટે પોલીસની પાંચ ટીમ કામે લાગી છે.

સ્પ્રિંગ એસ્ઝોટિકામાં સાતમા માળે રહેતા અને મકરપુરા જીઆઇડીસીમાં એન્જિનિયરિંગ કંપની ધરાવતા મુકુલભાઇ અજમેરાને ત્યાં બે દિવસ પહેલાં ઘરકામ માટે રખાયેલી હિન્દીભાષી યુવતીએ પોતાની ઓળખ સુનિતા તરીકે આપી હતી અને ગોત્રી વિસ્તારમાં રહેતી હોવાનું જણાવ્યું હતું.પડોશીને ત્યાં કામ કરતી હોવાનું તેણે કહેતાં મુકુલભાઇના પરિવારે તેના પર વિશ્વાસ મુકી કામે રાખી લીધી હતી.

પરંતુ સુનિતાએ બીજે જ દિવસે બપોરના સમયે તક જોઇ કબાટનું લોક તોડયું હતું અને અંદરથી રોકડા રૂ.૫૦ હજાર અને ડાયમંડ તેમજ સોનાના દાગીના મળી કુલ રૂ.૩૫ લાખની મત્તા ઉઠાવીને ફરાર થઇ ગઇ હતી.

(5:28 pm IST)