Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

માર્ગ અકસ્માતના મૃતકોની સ્મૃતિમાં અમદાવાદમાં વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસ અને ટ્રાફિક જનજાગૃતિ રેલી

અમદાવાદ: માર્ગ અકસ્માતના મૃતકોની યાદમાં રવિવારે વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસ અને ટ્રાફિક જનજાગૃતિ રેલી યોજાશે. સ્ટેડિયમ - ગુજરાત સ્પોર્ટસ ક્લબ, નવરંગપુરા ખાતે એક કાર્યક્રમમાં આશરે એક હજારથી વધુ નાગરિકો અકસ્માતગ્રસ્તોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

  વિશ્વભરમાં દર મહીને નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વજનોને શ્રધ્ધાંજલિ  આપવાનો દિવસ તરીકે મનાવવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં પણ શહેર ટ્રાફિક પોલીસ, એક્ટીવ ટ્રાફિક કન્સલ્ટેટીવ કમિટી  (એટીસીસી), ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (જીસીસીઆઇ) અને અમદાવાદની તમામ રોટરી  ક્લબોના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાશે, એવી માહિતી કમિટીના ચેરમેન ડૉ. પ્રવિણ કાનાબારે આપી છે.

  તેમણે વધુમાં જણાવ્યું કે ટ્રાફિક  અંગે જનજાગૃતિ લાવવા માટે ખાસ રેલીનું આયોજન પણ અમે કર્યું છે. અમદાવાદ શહેરના શહેરીજનો વધુમાં વધુ સંખ્યામાં જોડાય એવો અમારો અનુરોધ છે. સ્ટેડિયમ - ગુજરાત સ્પોર્ટસ ક્લબ, નવરંગપુરા ખાતે તારીખ ૧૮-૧૧-૨૦૧૮ના સવારે ૮-૧૫ વાગે કાર્યક્રમ શરૂ થશે, જેમાં મુખ્ય મહેમાન તરીકે  અમદાવાદ પોલીસ કમિશનર  એ. કે. સિંહ અને જીસીસીઆઇના પ્રમુખ  ડૉ.જૈમીન વસા ઉપસ્થિત રહેશે.

 

(2:21 pm IST)