Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

લિઓ ક્લબ ઓફ વિરમગામ દ્વારા નવરાત્રિમાં દીકરીઓને લાણી કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ દ્વારા નવ દિવસ સુધી ગરબે રમીને માઁ આદ્યશક્તિની આરાધના કરવામાં આવે છે. વિરમગામના માંડલીયા ફળી વિસ્તારમાં નવરાત્રી દરમિયાન ગરબે રમતી દિકરીઓને પ્રોત્સાહિત કરવા માટે લિઓ ક્લબ ઓફ વિરમગામ દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. લિઓ ક્લબ ઓફ વિરમગામ દ્વારા નવરાત્રિમાં દીકરીઓને લાણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લિઓ ક્લબ ઓફ વિરમગામના મેમ્બર્સ તથા માંડલીયા ફળીના રહીશોએ જહેમત ઉઠાવી હતી તેમ લિઓ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ આદિત્ય મચ્છરે જણાવ્યું હતું.

(7:10 pm IST)