Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સુરતના કામરેજમાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો પોલીસેજ સગેવગે કર્યો હોવાની માહિતીથી તપાસ હાથ ધરવામાં આવી

સુરત:જિલ્લાના કામરેજ પોલીસે પકડેલા વિદેશી દારૃના જથ્થામાંથી બે પોલીસ જવાન અને જીઆરડીએ મળી રૃ. ૩.૯૪ લાખનો વિદેશી દારૃ જૂની સબજેલમાં સંગ્રહ કરી સગેવગે કરવાના મામલે ત્રણેય વિરૃધ્ધ સરકારી મુદ્દામાલનો અંગત લાભ માટે ઉપયોગ કરવા ગુનાહીત કાવતરૃં રચવાનો ગુનો નોંધાતા ત્રણેય ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. બંને પોલીસે પોલીસ લાઇનના પીએસઆઇ કવાટર્સમાં મુકેલા વિદેશી દારૃ માંથી પણ રૃ.૬૮૦૦ નો જથ્થો સગેવગે કર્યો હતો.

કામરેજ પોલીસ મથકમાં પો.કો. પીનેશ જેઠાલાલ અને અ.લો.રક્ષક ગુલાબ કરશનભાઈ તેમજ જીઆરડી ધવલ કિરીટભાઈ સોલંકી નોકરી કરે છે. પો.કો. પીનેશ એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતો હોય ક્રાઈમ રાઈટર હેડ એએસઆઈ જાતરીયાભાઈ ફતેસિંહ મદદ માટે બોલાવતા હતા અને ક્રાઇમને લગતી કામગીરી કરાવતા હતા. દરમિયાન ગત તા.૦૮-૧૦-૨૦૨૧ના રાતના ૯ વાગે પો.કો. પીનેશે એએસઆઈ જાતરીયાભાઈ પાસેથી આજે ઈંગ્લિશ દારૃનો મોટો કેસ થયેલો છે. જેથી કામરેજ પોલીસ લાઈનમાં આવેલા પીએસઆઇના કવાટર્સમા વિદેશી દારૃનો જથ્થો મૂકવા ચાવી માટે લીધી હતી અને લોક રક્ષક ગુલાબ સાથે ચાવી લઈને ગયા હતા. દરમિયાન તા.૦૯-૧૦-૨૦૨૧ના રોજ  પો.કો. પીનેશ જાતરીયાભાઈને મુદ્દામાલ રૃમની ચાવી પર આપી દીધી હતી. દરમિયાન જાતરીયાભાઈએ પોલીસ સ્ટેશનનો રેકોર્ડ જોતા તા.૦૮-૧૦-૨૦૨૧ ના રોજ વિદેશી દારૃનો કોઈ કેસ દાખલ થયેલો ન હોય શંકા જતા પીઆઈ એમ.એમ. ગીલાતરને જાણ કરી હતી. જેથી પોલીસ સ્ટાફ સાથે પીએસઆઇના કવાટર્સમાં મૂકવામાં આવેલો મુદ્દામાલ ચેક કરતા તેમાંથી રૃ.૬૮૦૦ ના વિદેશી દારૃની બોટલની હેરાફેરી થઈ હતી. પો.કો. પીનેશ અને ગુલાબને બોલાવતા બંને ફરજ પર હાજર ન હતા. અને બંનેની ગેરહાજરીની નોંધ કરી હતી. દરમિયાન પીઆઈ એમ.એમ.ગીલાતરને શંકા જતા જુની સબ જેલ ખાતેના રૃમના તાળાની ચાવી પણ પો.કો. પીનેશ પાસે હોય વિડીયોગ્રાફી કરી તાળું તોડી ચેક કરતાં જેમાં પોલીસે અગાઉ પકડેલા વિદેશી દારૃ પૈકીનો કુલ ૩,૨૨૧ બોટલ કિંમત રૃ.૩,૯૪,૧૦૦ નો જથ્થો સગેવગે કરેલો હોવાનું જણાયું હતું. જે અંગે પો.કો. પીનેશ, લોકરક્ષક ગુલાબ અને જીઆરડી ધવલ વિરૃધ્ધ પોતાના અંગત લાભ માટે સરકારી મિલ્કત સબ જેલમાં વિદેશી દારૃનો જથ્થો સગેવગે કરી ગુનાહિત કાવતરૃં રચવા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:39 pm IST)