Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ખેડા જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળોએ સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં બે શખ્સોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યા :ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ખેડા:જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળો પર અકસ્માતો સર્જાયા હતા.મહેમદાવાદ તાલુકાના માંકવા ગામની સિમમાંથી પસાર થતા અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો  હતો. જ્યારે  ઇન્દોર-અમદાવાદ હાઇવે ના કઠલાલના ગોગજીપૂરા પાટીયા પાસે અને મહુધા તાલુકાના અલીણા અક્કલપુરા પાટીયા તરફ જવાના રોડ પર અકસ્માત સર્જાયો હતો. ત્રણેય અકસ્માતના બનાવમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હતા જ્યારે ૩ વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચી હતી. 

મળતી વિગતો અનુસાર કઠલાલ તાલુકાના રવદાવત પરબડીવાળા ફળીયામા રહેતા દશરથભાઇ રાઠોડના ભાઇ અશોકભાઇ વડોદરા થી અમદાવાદ તરફ આઇશર લઇને આવી રહ્યા હતા. તે સમયે  આઇશર બંધ થઇ ગઇ હતી. તે સમયે ટો કરવા માટે પંકજકુમાર અને અશોકભાઇ પટ્ટો બાંધતા હતા. તે સમયે એક મીની બસના ચાલકે તેની બસ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આઇશરને અડફેટ મારી હતી. આ બનાવ બાદ અકસ્માત સર્જનાર મીની બસનો ચાલક બસ લઇ બનાવ સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ બનાવમાં  બંને વ્યક્તિઓને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા બંને વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હતા. આ બનાવ અંગે દશરથભાઇ પ્રતાપભાઇ રાઠોડે મહેમદાવાદ પોલીસ મથકે મીની બસના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

(5:34 pm IST)