Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ચિત્રાવાડી ગામમાં નજીવી બાબતે ભાભી ને માર મારી ધામકી આપનાર જેઠ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા ચિત્રાવાડી ગામમાં નજીવી બાબતે ભાભીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર જેઠ વિરુદ્ધ ભાભીએ ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ચિત્રાવાડી ગામના જશોદાબેન મનહરભાઇ વસાવાનાઓએ આપેલી ફરીયાદ મુજબ તા. 13 સપ્ટેમ્બર એ સવારે તેઓ તેમના પતિ મનહરને મોડા સુધી ગામમા કેમ ફર્યા કરો છો તેવો ઠપકો આપતા હતા તે દરમ્યાન પતિનુ ઉપરાણુ લઈ તેમના જેઠ રમેશ ભાઈ મોહ્નભાઈ વસાવા તેમને ગમે તેમ ગાળો આપી તેના હાથમાની લાકડીનો એક સપાટો મારી દઈ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા રાજપીપળા પોલીસે રમેશ વસાવા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(12:09 pm IST)