Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

રાજપીપળામાં બાલિકા ગરબા સાથે પર્યાવરણ અને સંસ્કુતિની જાળવણી : ગરબા રમતા બાળકોને તુલસીની ભેટ અપાઈ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : કોરોના બાદ આવર્ષે સરકાર દ્વારા નવરાત્રી માં શેરી ગરબાની મંજૂરી આપી છે ત્યારે બાળકો થી લઈને યુવાનો વૃધ્ધો ગરબે ઘૂમવા થનગની ઉઠ્યા હતા એટલે નર્મદા માં ઠેર ઠેર શેરી ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે નાના બાળકો માં વધુ ઉત્સાહ જોવા મળ્યો અને બાલિકા ગરબા મહોત્સવ ધૂમ મચાવી રહ્યા છે. રાજપીપલા મહાવિધાયલ રોડ ઉપર આવેલ વિશ્વકર્મા મંદિર ના ચોક માં માઁ શક્તિ બાલિકા ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય આયોજકો માં પરેશ પટેલ, ડો.રવિ  દેશમુખ, સુમિત્રાબેન માત્રોજા, ડો.અવની દેશમુખ, મનીષાબેન પટેલ સહીત તેમની ટીમની મહેનત થઇ 200 થી વધુ બાળકો જોડાયા અને સિનિયર જુનિયર એમ બે ગ્રુપમાં ગરબા રમાડવામાં આવી રહ્યા છે.
આયોજકો દ્વારા રોજ નાસ્તો અને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે. જેમાં આ વર્ષે આયોજકોએ એક નવો વિચાર મુક્યો બાળકોમાં તુલસી માતાજીનું મહત્વ સમજાય અને તુલસીને કુંડામાં વાવી જેની માવજત કરે એટલે પર્યાવરણ નું પણ શિક્ષણ કેળવાય એ માટે ગરબે ઘૂમતા 200 થી વધુ બાળકો ને કુંડા માં તુલસીનો છોડ આપવામાં આવ્યો આ એક નવી પદ્ધતિ થી બાળકો ને સંસ્કૃતિ અને પર્યાવરણ અંગે જાગૃતિ આવે એવો એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

(12:05 pm IST)