Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પાર્ટી પ્‍લોટ-ક્‍લબના ગરબાના કાર્યક્રમો વિના ફિક્કી નવરાત્રિ

કોરોનાના પરિણામે કોમર્શિયલ ગરબા પર મૂકવામાં આવેલા નિયંત્રણોને કારણે ગરબાની મજા-આનંદ વિસરાયોઃ નવરાત્રિનો માહોલ જામ્‍યો નહીં ખેલૈયાઓ નિરાશ થયા : મોડી રાત સુધી જામતી ગરબાની રંગત ગાયબ

મુંબઇ,તા. ૧૫: જગત જનની મા અંબા, ચામુંડા, કાલિકા, બહુચર અને ખોડલના પૂજન અર્ચન અને આસ્‍થાના પર્વ એવા નવરાત્રિની પૂર્ણાહુતિને આડે હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે. પરંતુ શહેરમાં નવરાત્રિનો ધબકાર, ધમધમાટ અને રાસગરબાના સૂરતાલનો અવાજ જાણે ખોવાઈ ગયો હોય તેમ લાગ્‍યા કરે છે. કોરોનાની ત્રીજી લહેરના ભય અને સરકારની કેટલીક પાબંધીના કારણે શહેરના છોટાબડા પાર્ટી પ્‍લોટો, ક્‍લબો અને ખુલ્લા મેદાનોમાં ગરબા રાસના જાહેર કાર્યક્રમો યોજાયા ન હોવાથી નવરાત્રિનો ગાજતો અને જાગતો માહોલ ક્‍યાંય જોવા મળ્‍યો નથી એટલું જ નહીં અગાઉના વર્ષો નવરાત્રિના નવ એ નવ દિવસ હોટેલ-રેસ્‍ટોરન્‍ટ અને ખાણીપીણી બજારોમાં મધરાત સુધી ખેલૈયાઓના જામતા અડ્ડાઓ પણ ક્‍યાંય જોવા ન મળતા નવરાત્રિ ફિક્કી ફિક્કી લાગી રહી છે.
દેખીતી રીતે જ કોરોનાની મહામારીએ આ સ્‍થિતિ સર્જી છે પરંતુ જયારે કોરોનાનું નામો નિશાન ન હતું તેના અગાઉના વર્ષોમાં નવરાત્રિના નવ એ નવ દિવસ શહેર આખુ જાગતું હતું અને મધરાત સુધી રાસગરબાની રમઝટ ઠેરઠેર જામતી હતી. પાર્ટી પ્‍લોટ, ક્‍લબ અને ખુલ્લા મેદાનોમાં યોજાતા ગરબા રાસના કોર્મિશયલ કાર્યક્રમોમાં મોંદ્યાદરની ટિકિટ લઈને પણ જવાનિયા કહો કે, મનમૂકીને ગરબે દ્યૂમવા જતા હતા અને ઝાકમઝોળ કાર્યક્રમમાં જવા માટે યુવતીઓ મોંદ્યા ચણિયાચોળી, કડલાની જોડ ખરીદતી હતી કાં તો ભાડે લાવતી હતી તો જવાનિયા ચૂડીદાર અને રંગીન કુર્તા પહેરીને સમી સાંજથી ગરબાના સ્‍થળે લટાર મારતા હતા. ઔર તો ઔર ગરબાદ્યેલી ગુજરાતણ એવી આપણી યુવતીઓ પૈકી અનેક યુવતીઓ નવરાત્રિના નવદિવસ તેમના જાણીતા બ્‍યુટીપાર્લરમાં જઈને ચહેરા પર મોંદ્યા મેકઅપ કરાવતી હતી, અને સોળે શણગાર સજીને ગરબામાં દ્યૂમવા એવી તલપાપડ બનતી હતી કે, જાણે નવરાત્રિ પૈકીની એક રાત ગરબા ગાયા વિના ચાલી જવાની ન હોય.
ઔર તો આ ગરવી ગુજરાતણો ગરબે દ્યૂમવા પાર્ટી પ્‍લોટ કે ક્‍લબમાં જવા માટેય એક ગ્રૂપમાં એટલે કે, મોટરકારના કાફલા, બાઇક, એક્‍ટિવામાં જતી હતી એ વેળા શહેરના તમામ રોડ ધબકતા હતા. ચિચિયારીઓ પાડીને કે, દાંડિયા વગાડતા વગાડતા એ જે માર્ગેથી પસાર થાય એ માર્ગો પર ટ્રાફિક ચક્કાજામ થઈ જતો હતો.
અને ગરબારાસનો કાર્યક્રમ પૂરો થયા બાદ તો આ ખેલૈયાઓ નાસ્‍તો કરવા તૂટી પડતા હતા. દ્યેર પાછા ફરતી વેળા રસ્‍તામાં જે કોઈ હોટેલ-રેસ્‍ટોરન્‍ટ કે ખાણીપીણી બજાર આવે ત્‍યાં અઠે દ્વારકા કરીને બેસી જતા રસ્‍તો વાહનોથી દ્યેરાઈ જતો હતો. નાસ્‍તાનો આ દોર મધરાતના બે અઢી વાગ્‍યા સુધી ચાલતો હતો એમાંયે નવરાત્રિના છેલ્લા નવમાં એટલે કે નોમના દિવસે તો ગરબા પરોઢ નહીં સવારના ૬ વાગ્‍યા સુધી ચાલતા હતા અને એ સવાર દશેરાની હોઈ આ ખેલૈયાઓ ફરસાણ માર્ટમાંથી ફાફડા-જલેબી લઇને ઘર જતા હતા. કમભાગ્‍યે કોરોનાએ ખેલૈયાઓની નવરાત્રિની મજા, લહાવો અને આનંદ લૂંટી લેતા તેઓ ભારે નિરાશ થયા છે.

 

(10:29 am IST)