Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

કડીના વામજમાં કરિયાણાના વેપારી પાસેથી 1,90 લાખ રોકડ સહીત 2,65 લાખની લૂંટ

સફેદ કારમાં આવેલા લૂંટારુઓ 1,90 લાખ રોકડા અને નાનો દોરો, મોબાઈલ સહિતની કુલ 2.65 લાખની લૂંટ કરીને ફરાર

કડી તાલુકાના વામજ ગામમાં કરિયાણાના વેપારી પાસેથી ધોળેદિવસે 1,90 લાખ રોકડ સહીત 2,65 લાખની લૂંટ થતા સનસનાટી મચી જવા પામી છે વામાજમાં કરિયાણાનો વેપાર કરતો વેપારી પોતાનું એક્ટિવા લઈ કડી છત્રાલ રોડ ઉપર આવેલી એસબીઆઇ બેંકમાં 1.90 લાખની રોકડ રકમ લઈ વામજ ત્રણ રસ્તાથી આગળ એક્ટીવાની ડેકીમાં મૂકી જતા હતા. ત્યારે સફેદ કારમાં આવેલા લૂંટારૂઓએ તેમને આંતરી સોનાનો દોરો, મોબાઈલ સહિતની કુલ 2.65 લાખની લૂંટ કરી નાશી ગયા હતા

  આ અંગેની કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકા વામજ ગામના આશિષ જીવનભાઈ પટેલ ગામમાં કરિયાણાની દુકાન ચલાવે છે. વેપારી છેલ્લા ચાર માસથી વામજમાં આવેલી એક ડેરીની રોકડ રકમ લઈ કડી-છાત્રાલ રોડ ઉપર આવેલી એસ.બી.આઈ બેંકમાં કેસ ભરવા જાય છે.

સોમવારના રોજ રોજીંદી રીતે 1,90,000 રોકડ પોતાના એક્ટિવાની ડેકીમાં મૂકી બપોરના 2-00 વાગ્યાના અરસામાં વામજ ત્રણ રસ્તા પાસેથી જતા હતા. આ દરમિયાન એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની ગાડી પડી હતી. વેપારી વામજ-કરણનગર રોડ ઉપર પહોંચતા એકાએક ગાડી પીછો કરતી આવી ત્યાં ઊભી રહી હતી. જેથી ફરિયાદી એક્ટિવા સાથે પડી જતાં ગાડીમાં બેઠેલા ઇસમોએ લૂંટના ઈરાદે ધાકધમકી આપી એક્ટિવાની ડેકીમાંથી રોકડ રકમ ઉપરાંત ફરિયાદીના ગળામાં પહેરેલો સોનાનો ત્રણ તોલનો દોરો કિ.રૂ.45,000, આઇફોન કંપનીનો મોબાઈલ કિ.રૂ.30,000 મળી કુલ 2,65,000ની લૂંટ ચલાવી ફરિયાદીને ગાડીમાંથી બહાર ફેકી દીધો હતો.

ધોળા દિવસે લૂંટ ચલાવી 4 લૂંટારુઓ કરણનગર ગામ બાજુ નાસી ગયા હતા. જે અંગે ફરિયાદીએ કડી પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધાવ્યો છે.

(10:22 pm IST)