Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ખેડબ્રહ્મા-પોશીના પંથકમાં ધમધમતા બોગસ ડોક્ટરોના હાટડા : લોકોના આરોગ્ય સામે સરેઆમ ચેડાં: તંત્ર કયારે પગલાં લેશે ?

અંતરિયાળ વિસ્તારોમાં ઠેર ઠેર બોગસ ડોક્ટરોએ ધામા નાખ્યા

ખેડબ્રહ્મા તેમજ પોશીના તાલુકામાં બોગસ ડોકટરો અંતરિયાળ વિસ્તારમાં ધામા નાખ્યા હોવાનું અને લોકોની તબીબી સેવાના નામે નાણાંનો ખેલ ખેલી રહ્યા હોવાની બૂમ ઉઠી છે જોકે આ બાબતે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર ક્યારે પગલાં લેશે તેવા સવાલો ઉઠ્યા છે બની બેઠેલા ર્ડાક્ટરો પંથકની પ્રજાના આરોગ્ય સાથે સરેઆમ ચેડાં કરી રહ્યા છે.

 જાણવા મળ્યા મુજબ ખેડબ્રહ્મા તાલુકામાંથી વિભાજન થયેલા પોશીના તાલુકામાં ઝોલાં છાપ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. છેલ્લા કેટલા વર્ષોથી અહીંયા ડોક્ટરોની ડીગ્રી સામે સવાલો ખડા થયા છે. જ્યારે કોટડા, લાંબડીયા, ખેરોજ, પોશીનામાં બોગસ ડોક્ટરોનો જાણે રાફડો ફાટ્યો છે. સ્થાનિક મેડિકલ ઓફીસરો પણ આ બાબતે મૌન સેવી બેઠા છે. તાલુકા બ્લોક હેલ્થ ઓફીસરની નિષ્ફળતાના સ્થાનિકોમાં આક્ષેપો થઈ રહ્યા છે.

  બન્ને તાલુકામાં આદિવાસી વિસ્તાર હોવાથી અંતરીયાળ ગામોમાં ચાલતી રોગચાળાની સીઝનમાં દર્દીઓ પાસેથી ઉગાડી લુંટ ચલાવાઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઉગાડ પગા ડોક્ટરોએ અંતરિયાળ વિસ્તારોમાં ઠેર-ઠેર અડ્ડા જમાવી બેઠા છે. લોકોને પોતે તબીબી ઉપાધી બતાવી ધખમ વકરો ચાલે છે.

(10:16 pm IST)