Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

વડોદરાના વઘોડીયા ટેક્નિકલ સંસ્થાનો વિડિઓ વાયરલ : સંચાલિકા દલિત અગોવાનોને કેન્ટીનમાં જતા અટકાવે છે

છૂત અછૂત જેવા શબ્દ પ્રયોગ કરે છે: સંચાલક પરીખ દંપતીની ધરપકડ

વડોદરાના વાઘોડિયા ગામની નજીક ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રાઇવિંગ ટેક્નિકલ સંસ્થાની કેન્ટીનનો વિડીયો વાયરલ થયો છે. સંસ્થાની કેન્ટીનની સંચાલિકા દલિત આગેવાનોને કેન્ટીનમાં નહિ જવા માટે જણાવે છે.

અને છૂત અછૂત જેવા શબ્દ પ્રયોગ કરે છે.વાયરલ વિડીયો બાદ પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી. વાઘોડિયા પોલીસે કેન્ટીન સંચાલક પરીખ દંપતીની વાઘોડિયા ચોકડી ખાતેથી ધરપકડ કરી છે.

હજુ એક આરોપીની ધરપકડ કરવાની બાકી છે. એટ્રોસિટીના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી.વાયરલ વીડિયો દશેરાના દિવસનો હોવાનું માનવમાં આવે છે.

(7:57 pm IST)