Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પરીક્ષા રદ થવા માટે સરકારે મૌન તોડ્યું :સામાન્ય વહીવટી વિભાગના નિર્ણયને જવાબદાર ગણાવ્યો

સરકારને મદદ મળતી રહે એ મુજબ કેલેન્ડર બનાવ્યું છે : નિયમિત ભરતી થતી રહેશે

અમદાવાદ : બીનસચિવાલયની ક્લાર્કની પરીક્ષા રદ થયાના ચાર દિવસ બાદ સરકારે આખરે મૌન તોડ્યું છે. અને પરીક્ષા રદ થવા પાછળનું કારણ સામાન્ય વહીવટી વિભાગના નિર્ણયને જવાબદાર ગણાવ્યો. છે

  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એવું કહ્યું કે સરકારને લાંબા ગાળા સુધી મદદ મળી રહે તે પ્રકારે સામાન્ય વહીવટ વિભાગે આયોજન કર્યું છે. તો સાથે એમ પણ કહ્યું કે બધી પ્રકિયા નિયમિત ભરતી કેલેન્ડર હેઠળ બનાવ્યું છે. અને તે મુજબ કાર્યવાહી થશે. આ વર્ષે રાજયના તમામ વિભાગોમાં ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે

(7:31 pm IST)