Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

તારાપુર પોલીસે વરસડા ગોડાઉનમાંથી છાપો મારીને 2.68 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો: બુટલેગરને ઝડપી રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરાઈ

તારાપુર: પોલીસે ગઈકાલે સાંજના સુમારે વરસડા ગામે છાપો મારીને એક ગોડાઉનમાં ઉતારેલો ૨.૬૮ લાખની કિંમતના વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ગઈકાલે તારાપુર પોલીસને હકીકત મળી હતી કે, વરસડા ગામના દરબાર ગઢમાં રહેતો મહોબ્બતસિંહ રણજીતસિંહ ગોહિલ વિદેશી દારૂનું વેચાણ કરે છે અને મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો મંગાવીને ઘર પાસે આવેલા ગોડાઉનમાં છુપાવ્યો છે. જેના આધારે તારાપુર પોલીસે છાપો માર્યો હતો. પોલીસને જોઈન મહોબ્બતસિંહ ભાગ્યો હતો પરંતુ પોલીસે કોર્ડન કરીને તેને ઝડપી પાડ્યો હતો અને ગોડાઉન ખોલાવીને તપાસ કરતાં ડાંગરના પુળાની નીચે છુપાવી રાખેલી વિદેશી દારૂ-બીયરની પેટીઓ મળી આવી હતી.

(5:59 pm IST)