Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

બોરસદના પીપળી ગામે વીજ ચેકીંગ માટે ગયેલ જીઈબીની ટિમ પર હુમલો કરી ઇજા પહોંચાડવાના કેસમાં આરોપીને બોરસદની અદાલતે ત્રણ વર્ષની સજાની સુનવણી કરી

બોરસદ: તાલુકાના પીપળી ગામે ત્રણેક વર્ષ પહેલા વીજ ચેકિંગ માટે ગયેલી જીઈબીની ટીમ ઉપર હુમલો કરીને એકને છાતીમાં લાકડીનો ગોદો મારીને ઈજાઓ પહોંચાડવાના કેસમાં બોરસદની કોર્ટે એકને તકશીરવાર ઠેરવીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે.

મળતી વિગતો અનુસાર ગત ૨૨-૩-૨૦૧૬ના રોજ સવારના ૯.૧૫ કલાકે પીપળી ગામના પઠાણવાડામાં બોરસદ એમજીવીસીએલની ટીમ વીજ ચેકિંગ માટે ગઈ હતી. જ્યાં ઈરફાન કરીમખાન પઠાણે ગમે તેવી ગાળો બોલીને ઝપાઝપી કરી જુનિયર એન્જિનિયર સુમનભાઈ મનુભાઈ પરમારને લાકડીનો ગોદો છાતીમા મારી દઈને ગડદાપાટુનો માર માર્યો હતો. ઈરફાનના ૧૪ વર્ષીય પુત્રએ પણ ઈંટનું અડધીયું છુટુ મારીને સરકારી કામમાં રૂકાવટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ભાદરણ પોલીસે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. ઈરફાન પઠાણ વિરૂદ્ઘ બોરસદની કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવ્યું હતુ. જ્યારે કિશોર વિરૂઘ્ધ જુવેનાઈલ જસ્ટીસ બોર્ડમાં કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

(5:57 pm IST)