Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

નડિયાદમાં પાડોશી કિશોરી પર દુષ્કર્મ આચરી કોઈ ને કહેતો ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપનાર નરાધમ યુવક વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ: મિશન રોડ પર સરકારી વસાહતની સામે રહેતાં એક તળપદા પરિવારના યુવકે તેના જ વિસ્તારની ૧૩ વર્ષીય કિશોરીને જો તુ મારી સાથે નહી આવુ તો તારા ભાઈને મોતને ઘાટ ઉતારી દઈશ એવી ધમકી આપી તેને ભગાડી તેની સાથે જાતિય અત્યાચાર ગુજાર્યો હોવાની ફરિયાદ નડિયાદ પશ્ચિમ પોલીસમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ નડિયાદ મિશન રોડ પર આવેલી સરકારી વસાહતની સામે તળપદા પરિવારો રહે છે. ત્યાં રહેતાં અલ્પેશભાઈ હસમુખભાઈ તળપદા નામના યુવકના મનમાં આ વિસ્તારમાં જ રહેતી ૧૩ વર્ષીય કિશોરી વસી ગઈ હતી. તેથી બે દિવસ પહેલાં તેને ફોન કરીને મળવા બોલાવી હતી. અને જણાવ્યુ હતુ કે જો તુ મારી સાથે નહી આવુ તો તારા ભાઈને મારી નાંખીશ. જેથી ગભરાયેલી કિશોરી અલ્પેશ સાથે ભાગી ગઈ હતી. અને અલ્પેશે તેની મરજી વિરૂધ્ધ તેની સાથે જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. કિશોરીએ તેની મોટી બહેનને ફોન કરતાં અલ્પેશ ત્યાંથી ભાગી ગયો હતો. તેની મોટી બહેન કિશોરીને લઈ આવી હતી. અને આ બાબતે ઘરે જાણ કરતાં ભોગ બનનાર કિશોરીની માતાએ નડિયાદ પશ્ચિમ પોલીસમાં અલ્પેશ હસમુખભાઈ તળપદા સામે ફરિયાદ આપી છે.
 

(5:56 pm IST)