Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

સાબરમતી નદી કિનારે દીપડાઓનો આતંક:પરોઢિયે વનવિભાગે પાંજરામાં પૂરતા લોકોએ રાહતના શ્વાસ લીધા

સાબરમતી:નદી કિનારાના ગામોમાં છેલ્લા દસ મહિનાથી આતંક મચાવનાર દિપડો આખરે સોમવારે પરોઢિયે વનવિભાગના પાંજરામાં પુરાઇ ગયો છે. ગઇકાલે આ દિપડાએ દોલારાણાવાસણા ગામના બાપુપુરામાં એક પાડાનો શિકાર કર્યો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો ત્યારે તે જે કોતરોમાં ભાગી ગયો હતો ત્યાં વનવિભાગે શિકાર કરેલા પાડાને જ મારણ તરીકે મુક્યું હતું અને આજે પરોઢિયે તે મારણને ખાવા આવતા પાંજરામાં પુરાઇ ગયો છે. આ દિપડાને હાલ વનચેતના કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે હવે તેને કયા જંગલોમાં મુક્ત કરવો તેનો નિર્ણય લેવામાં આવશે. 

ગત વર્ષે ધનતેરશે દિપડો ગાંધીનગર સ્થિત સચિવાલયમાં ઘૂશી ગયો હતો અને આખરે પાંચ જિલ્લાની ટીમે ભારે જહેમત ઉઠાવીને પુનિતવન પાસેના ગરનાળામાંથી પકડયો હતો પરંતુ ત્યાર બાદ સાબરમતી નદી કિનારાના વિસ્તારોમાં દિપડો હોવાના પ્રત્યક્ષ કે પરોક્ષ પુરાવા મળતા જ રહ્યા છે.

(5:55 pm IST)