Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

સુરતના વેસુ વીઆઈપી રોડ પર યુવાનને બે શખ્સોએ બાઈક પર આવી જાનથી મારી નાખવાની ધમકી આપી: 60હજારના ચેનની ઉઠાંતરી

સુરત: શહેરના વેસુ વીઆઇપી રોડ સ્થિત ડીજીવીસીએલની ઓફિસ નજીક બાકડા પર બેઠેલા યુવાનને મોટરસાઇકલ પર ઘસી આવેલા બે યુવાને ખંજર વડે જાનથી મારી નાંખવાની ધમકી આપી રૃા. 60 હજારની રૃદ્રાક્ષ વાળી સોનાની ચેઇન આંચકીને ભાગી ગયો હતો.

ભીમપોર ગામનો રહેવાસી જીનીયસ આન્નુભાઇ ભોયવાલા (ઉ.વ. 19) ગત રોજ શરદ પૂનમ હોવાથી મિત્રની રહેણાંક સોસાયટીમાં ગરબા રમવા ગયો હતો. જયાંથી રાત્રે બે વાગ્યના અરસામાં પરત ઘરે જઇ રહ્યો હતો. ત્યારે વેસુ વીઆઇપી રોડ સ્થિત ડીજીવીસીએલ કંપની નજીક બાકડા પર બેસી મોબાઇલમાં ગેમ રમી રહ્યો હતો. તે દરમ્યાન બ્લ્યુ કલરની સુઝુકી કંપનીની જીકસર મોટરસાઇકલ પર બે યુવાનો ઘસી આવ્યા હતા.

(5:52 pm IST)