Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

આણંદના ગામડીવડ નજીક માતાએ સાત વર્ષીય બાળકનું અપહરણ કરી મમતાને લઝવી

આણંદ:થોડા જ દિવસો પહેલા આણંદના લોટીયા ભાગોળ માનીયાની ખાડ પાસેથી ૭ વર્ષની બાળકીનું તેની જ માતા દ્વારા અપહરણ કરીને લઈ જતા ભારે દોડધામ મચી જવા પામી હતી. જો કે આ મામલે મહિલાના પતિ દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા ગણતરીના કલાકોમાં જ આરોપી માતા સહિત બાળકીનો કબ્જો મેળવી લઈ કેસનું નિરાકરણ તાત્કાલીક લાવી દેવામાં આવ્યું હતું. 

પરંતુ તેના બે દિવસ પછી ફરી એવો જ બનાવ આણંદ શહેરના ગામડીવડ પાસે બનવા પામ્યો છે. જેમાં છુટાછેડા થઈ ગયેલ પત્ની દ્વારા તેના જ સાત વર્ષીય પુત્રનું અપહરણ કરીને ફરાર થઈ જવા પામી છે. જો કે આ મામલે મહિલાના પતિના જણાવ્યા અનુસાર પોલીસે ફરિયાદ ન લેતા કોર્ટમાં કેસ કરવાનું જણાવતા પતિની મુશ્કેલીઓ વધી જવા પામી છે.

(5:51 pm IST)