Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

અમદાવાદના મેમનગરમાં મહિલાને ફેસબુક પર મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી વિદેશ ગિફ્ટ મોકલવાના બહાને નરાધમે 7.50 લાખની ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરના મેમનગરમાં રહેતી મહિલાને ફેસબુક પર વિદેશી સાથે મિત્રતા થયા બાદ તેણે મહિલાને લગ્ન કરવાની લાલચ આપી હતી. આ શખ્સે મહિલાને વિદેશથી જ્વેલરી સહિતની કિંમતી ચીજો મોકલી છે કહીને એરપોર્ટ પરથી તે છોડાવવા માટે વિવિધ ચાર્જ પેટે ૭.૫૦ લાખ ભરાવીને છેતરપિંડી કરી હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો છે.

મેમનગરમાં રાજવી કોમ્પ્લેક્સમાં રહેતા પ્રવિણાબહેન એન આણંદજીવાલા (૪૭) ડ્રેસ મટિરીયલનો વ્યવસાય કરે છે. પતિ સાથે મનમેળ ન હોવાથી તેમણે સારૃ પાત્ર મળશે તો બીજા લગ્ન કરશે, એમ પતિને જણાવ્યું હતું. ચારેક મહિના અગાઉ તેમને ફેસબુક પર બેન મોરીસ નામની વ્યક્તિની રિકવેસ્ટ આવતા તેમણે સ્વીકારી હતી. બાદમાં બન્ને ફેસબુક મેસેન્જર પર વાતચીત કરવા લાગ્યા હતા અને એકબીજાના વોટ્સએપ નંબરની આપ લે કરી હતી. ઈગ્લેન્ડમાં રહેતા મોરીસે કંન્સ્ટ્ર્ક્શન કંપનીમાં સિવિલ એન્જીનીયર હોવાનું  કહ્યું હતું. વધુમાં  પોતે વિધુર હોવાનું તથા પાંચ વર્ષની દિકરી હોવાનું પ્રવિણાબહેનને જણાવ્યું હતું. મોરીસે લગ્નનો પ્રસ્તાવ મુકતા પ્રવિણાબહેને લગ્ન માટે થોડો સમય માગ્યો હતો.

(5:50 pm IST)