Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

વડોદરાના વાડી હાથિયાખાડ વિસ્તારમાં મિત્રના પેટમાં ચાકુ મારી હત્યા કરનાર આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા

વડોદરા: શહેરના વાડી હાથીયાખાડ રોડ પર મિત્રના પેટમાં ચાકુ હુલાવી હત્યા કરનાર આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.

આ અંગેનીવિગત એવી છે કે, વાડી રંગમહાલ   તામ્બે વકીલના ખાંચામાં રહેતા અશોક  ચંદુભાઈ પટેલ જમીન લે-વેચનો ધંધો કરતા હતા. ગત ૧૯મી જુલાઈએ વાડી હાથીયાખાડ રોડ પર ઊભા હતા. તે સમયે તેમનો મિત્ર અને ઘર પાસે જ રહેતો સંજય પ્રાણજીવન સોની આવ્યો હતો. તારા દિવસો ભરાઈ ગયા છે.  તેવું કહીને અચાનક જ સંજ્ય સોનીએ ચપ્પુ વડે હુમલો  કરી અશોક પટેલને પેટમાં ઈજા પહોંચાડી હતી. જેથી અશોક પટેલ જીવ બચાવીને ત્યાંથી ભાગીને નજીકમાં  ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતા મિત્ર સન્નીના ઘરમાં ઘૂસી ગયો હતો. સંજય સોનીએ ત્યાં આવીને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત અશોક પટેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. 

(5:49 pm IST)