Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

અમદાવાદમાં શ્રીમંત પરિવારના નબીરા સાથે મિત્રતા કેળવવી યુવતીને ભારે પડી: વિકૃત માનસિકતા ધરાવતા નરાધમ યુવાને ફોટો વાયરલ કરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરમાં શ્રીમંત પરિવારના નબીરાઓ પૈસા માટે કોઈ પણ હદે જઈ શકે છે. આ પ્રકારના એક બનાવમાં સોલા વિસ્તારમાં રહેતી અને સાથે કોલેજમાં ભણતી યુવતીના મોબાઈલમાંથી  અંગત ફોટા લીધા બાદ  યુવતીના અશ્લિલ ફોટા વાઈરલ કર્યા હતા.ે.આરોપીએ આ યુવતીની માસીની દિકરીને ફોટા મોકલતા ભાંડો ફુટયો હતો. સોલા પોલીસે આ વિકૃત માનસિકતા ધરાવતા યુવક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ સોલા વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષની યુવતીના મોબાઈલ  પર તેની જ માસીની દિકરીના અશ્લિલ ફોટા મોકલવામાં આવ્યા હતા. જેણે ફોટા મોકલ્યા હતા તે યુવક પોતાની માસીની દિકરી સાથે ભણતો યુવક હોવાનું જણાતા યુવતી ચોંકી ઉઠી હતી. આ અંગે યુવતીએ તેની માતાને જાણ કરી હતી. બીજીતરફ યુવતીની માતાએ તેની બહેનને કહંયું હતું કે મારી પુત્રીના મોબાઈલમાં તારી દિકરીના અશ્લિલ ફોટા  આવ્યા છે.

(5:47 pm IST)