Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

દિવાળીના સમયે જ હરિદ્વાર જતી અનેક ટ્રેન રદઃ હજારો મુસાફરો રઝળશે

પશ્ચિમ રેલ્વેની ૧૨ ટ્રેન સંપૂર્ણ તેમજ ત્રણ ટ્રેન આંશિક રદ રહેશે

અમદાવાદ,તા.૧૫:ગુજરાતીઓની પસંદગીનું ધાર્મિક સ્થળ હરિદ્દાર બારેમાસ રેલિજિયસ ટૂરિઝમ તરીકે હોટ ફેવરિટ ગણાય છે. દિવાળીના તહેવારોમાં હરિદ્વાર જવા ઇચ્છતા પ્રવાસીઓ માટે માઠા સમાચાર છે. જેમાં એકમાત્ર ગુજરાતમાંથી પસાર થતી બાંદ્રા ટર્મિનસ દહેરાદૂન વાયા અમદાવાદ,વડોદરા અને હરિદ્દારનો સમાવેશ થાય છે. , આ સાપ્તાહિક ટ્રેન સહિત અન્ય આઠ ટ્રેન રદ કરવાનો નિર્ણય રેલ સતાવાળાઓએ લેતા હરિદ્વાર માટે બુકિંગ કરાવી ચૂકેલા હજારો પ્રવાસીઓ તહેવારોમાં રઝળી પડશે.

ઉત્ત્।ર રેલવેમાં હરિદ્રાર- લકસર રેલ વિભાગમાં નોન- ઇન્ટરલોકિંગનું કામ ચાલી રહ્યું હોવાથી તા.૧૫ થી ૨૧ ઓકટોબર સુધી પશ્યિમ રેલવેની ૧૨ ટ્રેન રદ રહેશે. ઉપરાંત ત્રણ ટ્રેનને આંશિક રદ કરવામાંઆવી છે. આમ દિવાળીના તહેવાર સમયે જ આ રૂટની ટ્રેનોનું સંચાલન ખોરવાતાં હજારે મુસાફરોને હેરાનગતિનો સામનો કરવો પડશે.

બાન્દ્રા ટર્મિનસ-દહેરાદૂન એકસપ્રેસ તા.૧૫ થી ર૨૧ ઓકટોબર સુધી રદ રહેશે. મૈસૂર- કોટા-મેરૂત સિટી એકસપ્રેસ પણ આજ સયમગાળા દરમિયાન જ રદ રહેશે. ઓખા-દહેરાદૂન અને કૌચુવેલિ-દહેદાદૂન એકસપ્રેસ તા.૧૮ ઓકટોબરના રોજ રદ રહેશે. ઉદયપુર સીટી-હરિદ્વાર એકસપ્રેસ તા.૧૪થી ૨૧ ઓકટોબર સુધી રદ રહેશે. ઉજ્જૈન-દહેરાદૂન તા.૧૬ અને ૧૪ ઓકટોબર તેમજ ઇન્દોર- દહેરાદૂન તા.૧૯ અને ૨૦ ઓકટોબરે રદ રહેશે. ઉપરોકત તમામ ટ્રેન પરતમાં પણ જે તે તારીખે રદ રહેનાર હોવાથી આ તમામ ૧૨ ટ્રેનના મુસાફરોને દિવાળી સમયે રેલવેની મુસાફરી કરવી મુશ્કેલ બનશે. અમદાવાદ હરિદ્વાર એકસપ્રેસને તા.૧૨ થી ૨૧ ઓકટોબર સુધી મેરઠ સિટી જંકશન સ્ટેશન સુધી દોડાવાશે. તા.૧૨ ઓકટોબરની ૨૨૯૧૭ બાન્દ્રા ટ્મેનસ-હરિદ્રાર એકસપ્રેસ તેમજ તા.૧૫ ઓકટોબરની વલસાડ-હરિદ્રાર એકસપ્રેસને હઝરત નિઝામુદન સ્ટેશન સુધી જ દોડાવાશે.આ સમયગાળો હજુ લંબાય તેવી પણ શકયતા છે.

(3:57 pm IST)