Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

બેસ્ટ એન્કરીંગ માટે દેવાંગ ભટ્ટને ગુજરાત મિડીયા એવોર્ડ : તેમના 'અતિથિ' કાર્યક્રમે રેકોર્ડ સર્જયો

અમદાવાદ : તાજેતરમાં અમદાવાદ ખાતે ગુજરાત મીડિયા એવોર્ડ – ૨૦૧૯ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં બેસ્ટ એન્કરનો એવોર્ડ જીટીપીએલ ગુજરાત ન્યુઝના ચેનલ હેડ દેવાંગ ભટ્ટને આપવામાં આવ્યો હતો .

તાજેતરમાં શનિવારે અમદાવાદના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ ખાતે ગુજરાતભરના પ્રિન્ટ, ઈલેકટ્રોનિક, રેડિયો અને ડીઝીટલ મીડિયા ક્ષેત્રે ઉત્કર્ષ પ્રદર્શન કરનારા પત્રકારત્વ જગતના ચુનંદા લોકોનું સન્માન કરાયું હતું . જેમાં સમગ્ર ગુજરાતમાંથી બેસ્ટ એન્કર તરીકેનો એવોર્ડ દેવાંગ ભટ્ટને જાણીતા કટાર લેખક અને પત્રકારત્વ જગતના ભીષ્મ પિતામહ ગણાતા ડો. ચંદ્રકાંત મહેતાના હસ્તે અપાયો હતો .

જીટીપીએલ ગુજરાત ન્યુઝના ચેનલ હેડ દેવાંગ ભટ્ટનાં નામે એક અનોખો રેકોર્ડ પ્રસ્થાપિત થયેલ છે . સમગ્ર ભારતની પ્રાદેશિક ચેનલોમાં સૌથી વધુ સેલીબ્રીટી સાથે ઇન્ટરવ્યુ 'અતિથી' નાં શીર્ષક હેઠળ તેઓએ કર્યા છે . જેમાં દેશની રાજકીય, રમતગમત, ફિલ્મ જગતની સાથે સાથે સમાજ માટે વિશેષ યોગદાન આપનારા વ્યકિત વિશેષની દેવાંગ ભટ્ટએ 'અતિથી' કાર્યક્રમ અંતર્ગત ઈન્ટરવ્યું કરેલ છે . આ રેકોર્ડ આજે પણ અકબંધ છે. દેવાંગ ભટ્ટને બેસ્ટ એન્કર તરીકેનો ગુજરાત મીડિયા એવોર્ડ એનાયત થતા તેના ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે . તસ્વીરમાં ડો. ચંદ્રકાંત મહેતા શ્રી દેવાંગ ભટ્ટને એવોર્ડ આપી રહેલા નજરે પડે છે.

(3:46 pm IST)