Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા સામે ગાંધીનગરનું તંત્ર ઝૂકયુઃ પોલીસ રક્ષણ હેઠળ રજુઆત

રાજકોટઃ ગાંધીનગર ખાડા મોડેલ અને રોગચાળાનું નગર બની ગયુ છે અને જ્યારે ગુજરાત રાજ્યના ૧૨.૫૦ લાખ યુવાનોની કારકિર્દી સાથે ગુજરાત સરકાર દ્વારા      બિનસચિવાલય કલાર્ક અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મદારીના માંકડાની માફક મજાક કરવામાં આવે છે.ત્યારે સત્તાના નસામાં મદહોશ અને કુંભકર્ણ નિંન્દ્રામા સુતેલ સરકાર અને તેના અધિકારીઓ ને જગાડવા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા અને તેમના સાથી મહિલા આગેવાનો દ્વારા જીલ્લા કલેકટર અને મ્યુનિ.કમશ્નરને આવેદન પત્ર પાઠવવા જઇ રહ્યા હતા ત્યારે સરકાર દ્વારા લોકશાહી નું સરેઆમ હનન કરી મહિલા કોંગ્રેસ પ્રમુખ અને મહિલા આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી.પરંતુ નીડર અને લડાયક મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની વાત સામે પોલીસે પણ નમતુ જોખવું પડ્યુ અને પોલીસ પ્રોટેકશન સાથે જીલ્લા કલેકટર અને મ્યુનિ.કમીશ્નરને આવેદન પાઠવવામા આવ્યુ હતુ.અને યુવાનો અને જનતાનો અવાજ આ મુંગી બહેરી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામા આવ્યો એ વખતની જીવંત તસ્વીરો.

(3:45 pm IST)