Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

દેશમાં બિનઅનામત વર્ગ માટે ખાસ આયોગ રચવામાં ગુજરાત પ્રથમ, સામાન્ય લોકો સુધી લાભઃ હંસરાજભાઇ

બે વર્ષમાં ૨૫૭૬૮ અરજદારદને યોજનાકીય લાભઃ સચિવ દિનેશ કાપડિયા

આણંદમાં ગુજરાત બિનઅનામત આયોગ દ્વારા યોજાયેલ પરિસંવાદ પ્રસંગે આયોગના અધ્યક્ષ હંસરાજભાઇ કાપડિયા વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ,તા.૧૫: આણંદમાં રાજય બિન અનામત આયોગના અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરાના અધ્યક્ષ સ્થાને રાજયના બિન અનામત વર્ગના સમાજની મુશકેલીઓ અને સમસ્યાઓની જાણકારી મેળવીને રાજયસરકારમાં ભલામણ કરવાના મુખ્ય આશયથી વિવિધ સમાજના વર્ગો સાથે બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

અધ્યક્ષ આણંદ સર્કીટ હાઉસ ખાતે જિલ્લાના બિન અનામત વર્ગના સમાજ-નાગરિકો સંગઠનો સાથે બેઠક યોજી આયોગની યોજનાઓથી તેમજ કામગીરીથી સામાન્ય જનતાને વાકેફ કરવા સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમજ પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમના માધ્યમ દ્વારા આયોગ દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓની માહિતી પહોંચાડવા માટેની નેમ વ્યકત કરી હતી.

શ્રી હંસરાજેભાઇએ  વિશેષ માં જણાવ્યુ કે સામાજીક સમરસતા ચરિતાર્થ કરવમાં આવે તેમજ સમાજનો દરેક જન વિવિધ સરકારી સહાય તેમજ યોજનાઓના લાભ થકી પોતાનો સર્વાગી વિકાસ કરી શકે તે માટે આ બિન અનામત આયોગની રચના કરવામાં આવી છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજય પ્રથમ રાજય છે જેના દ્વારા બિન અનામત વર્ગો માટે અલગ આયોગની રચના કરવામાં આવી છે તેમજ તેમને વિવિધ યોજનાકીય લાભોથી લાભાંન્વિત કરવામાં આવી રહ્યા છે.

 બિનઅનામત વર્ગ આયોગના સભ્ય સચિવ શ્રી દિનેશ કાપડીયાએ બિનઅનામત વર્ગ આયોગ દ્ઘારા કાર્યરત શૈક્ષણિક સહાય યોજના(લોન), વિદેશ અભ્યાસ લોન, ભોજન બિલ સહાય, કોચિંગ સહાય, JEE, GUJCET, NEET પરીક્ષા માટે કોચિંગ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય, સ્નાતક તબીબ, વકીલ,  ટેકનિકલ સ્નાતક માટે લીધેલ લોન પર વ્યાજ સહાય, સ્વરોજગારલક્ષી યોજનાઓ, તેમજ કોમર્શિયલ પાઇલોટની તાલીમ માટેની લોન સહાય જેવી કુલ ૯ યોજના સહાય વિશેની વિશેષમાં માહિતી આપી હતી.

તેમણે જણાવ્યુ કે આયોગની સ્થાપના વર્ષ ૨૦૧૭ માં કરવામાં આવી હતી ત્યારથી આજ તારીખ ૧૧ ઓકટોમ્બર સુધીમાં સમગ્ર ગુજરાત ભરમાં ભોજન સહાયના ૧૭૭૧૦, ટ્યુશન સહાયના ૨૧૩૯, કોચિંગ સહાયના ૯૬૫, સ્પર્ધાત્મક પરીક્ષા સહાયના ૩૬૩૧ , વિદેશ લોન સહાયના ૮૬૯, સ્વરોજ સહાયના ૨૨૭ તેમજ શૈક્ષણિક સહાયના રર૭ આમ કુલ ર૫૭૬૮ લાભાર્થીઓને આયોગ દ્વારા વિવિધ યોજનાકીય લાભોથી લાંભાન્વિત કરવામાં આવ્યા છે.

લાભાર્થીઓને (www. gueedc.gujarat.gov.im)  વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજી કરવા માટે સૂચન કરવામાં આવ્યુ હતુ. તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા મેનેજર (અનુ.જાતિ), જિલ્લા નાયબ નિયામક, (વિ,જાતિ) / જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિકસતી જાતિ) ને સંપર્ક કરવાનું કહ્યુ હતુ.

(3:32 pm IST)