Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જમીન સંપાદન કેસમાં ભરૂચના નવ ગામના ખેડૂતોને હાઇકોર્ટે આપી રાહત: બે ગણું વળતર ચૂકવવા આદેશ

ભરૂચના 9 ગામના ખેડૂતોને 3 મહિનામાં તેમનું યોગ્ય વળતર ચૂકવવું પડશે

ભરૂચના 9 ગામના ખેડૂતોને રાહત મળી છે જમીન સંપાદનના કેસમાં 9 ગામના ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં ચાલી હતી. જેમાં ભરૂચના 9 ગામના ખેડૂતોને રાહત આપવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટે ભરૂચના 9 ગામના ખેડૂતો દ્વારા જમીન સંપાદનના કેસમાં કરવામાં આવેલી અરજીમાં ગુજરાત સરકારને 2 ગણું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટના નિર્ણય પ્રમાણે હવે ભરૂચના 9 ગામના ખેડૂતોને 3 મહિનામાં તેમનું યોગ્ય વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

(7:19 pm IST)