Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

આણંદ જિલ્લા કોગ્રેસ પુર્વ પ્રમુખ વિનુભાઇ ઠાકોરે ભગવો ધારણ કર્યો

નાણાકીય ગેરવહીવટના આક્ષેપ સાબિત કરવા સામે કોગ્રેસ પ્રદેશ પ્રમુખને ખુલ્લી ચેલેન્જ ફેંકી

આણંદ જિલ્લા કોગ્રેસ પુર્વ પ્રમુખ વિનુભાઇ ઠાકોરે ભગવો ધારણ કર્યો છે ત્યારે જિલ્લા ભાજપ કાર્યલય ખાતે વિનુભાઇ ઠાકોરે પત્રકાર પરીષદ યોજી હતી. જેમા કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે પોતાના પર લાગેલા નાણાની ગેરરીતીના આક્ષેપોનો વળતો જવાબ આપ્યો હતો.

વિનુભાઇ ઠાકોરે પોતાના પર લાગેલા નાણાકીય ગેરવહીવટ સામે કોગ્રેસ પ્રદેશ પ્રમુખને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે કે આ આક્ષેપો સાબીત કરી બતાવે, અને જો નહી સાબીત કરી સકે તો પોતાના પર લાગેલા આક્ષેપો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

વિનુભાઇ ઠાકોર કોગ્રેસના માનસીક ત્રાસને લઇ પોતાની સ્વઇચ્છાએ ભાજપમા જોડાયા છે અને આવનાર સમયમા વધુ લોકો કોગ્રેસ છોડી ભાજપમા આવશે તેવી આશા વ્યકત કરી હતી.

(2:07 pm IST)
  • ડિસેમ્બરમાં સુધીમાં ભાજપના નવા પ્રમુખની થશે વરણી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે ભારતીય જનતા પક્ષના નવા પ્રમુખની ડિસેમ્બર સુધીમાં વરણી થઇ જશે access_time 11:02 pm IST

  • ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે સીબીઆઈએ સાત સામે કેસ દાખલ કર્યો : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઇએ સાત ભારતીયો ઉપર ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસ દાખલ કરી દીધો છે, સાત જેટલા મોબાઇલ ધારકોએ જુદા જુદા વોટ્સએપ ગ્રુપો બનાવી ચાઈલ્ડ પોર્નોગ્રાફી ને લગતું મટીરીયલ્સ ટ્રાન્સમિશન કર્યાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે access_time 11:09 pm IST

  • ત્રિપુરાના ભૂતપૂર્વ ચીફ ઇજનેરની ૬૦૦ કરોડના જંગી કૌભાંડ અંગે ધરપકડ કરવામાં આવી છે access_time 11:00 pm IST