Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ગાંધીનગરના ગોજારીયા હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત : એક કારમાં આગ ભભૂકી : એક ઘાયલ

ગાંધીનગરના ગોજારીયા હાઈવે ઉપર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક કારમાં અચાનક આગ લાગી હતી. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. ઘાયલ વ્યક્તિને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્યારે પેથાપુર પોલીસે આ ઘટના બાબતે કાર્યવાહી હાથ ધરી છે.

(1:30 pm IST)