Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

બે દિ'માં ચોમાસાનું દેશભરને બાય...બાય...: આવતીકાલથી ઉત્તર- પૂર્વ ચોમાસાનું વેલકમ

વ્હેલી સવારે આંશિક ઝાકળવર્ષાઃ તા.૨૦ બાદ અમુક વિસ્તારમાં વાતાવરણ અસ્થિર બને

રાજકોટઃ આજે સમગ્ર રાજયના વિસ્તારોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિધિવત વિદાય થઈ ગઈ છે. આગામી બે દિવસોમાં સગ્રમ દેશ ચોમાસું વિદાય લઈ લેશે. તા.૧૭/૧૮ આસપાસ ઉતર- પૂર્વ ચોમાસાનું વિધિવત આગમન થશે. તેમ વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે.

હાલ રાજયના વિસ્તારોમાં મેકસીમમ તાપમાન એટલે કે બપોરનું તાપમાન ૩૫/૩૬ ડીગ્રીની આસપાસ રહે છે. તેમજ પવનો પણ પૂર્વ બાજુના એટલે કે ઉતર બાજુના ફુંકાય છે. સવારે જમીની ભેજ વધુ હોય ઝાકળ બિંદુ ઠાર પણ જોવા મળે છે.

તા.૨૦ ઓકટોબર સુધી મુખ્યત્વે તાપમાનનો પારો નોર્મલ કે નોર્મલ આસપાસ જ રહેશે. જેમાં ૧ ડીગ્રીની વધઘટ જોવા મળશે. પાછલા દિવસોમાં અમુક વિસ્તારમાં વાદળો છવાય તેવી શકયતા છે. પાછલા બે દિવસ વાતાવરણ જોવા મળશે. પાછલા બે દિવસ વાતાવરણમાં થોડીક અસ્થિરતા જોવા મળી શકે છે. મુખ્યત્વે પવનો ઉતર બાજુના જ ફુંકાશે. સ્થાનિક જમીની વધુ ભેજ હોય તે વિસ્તારમાં ઝાકળ બિંદુ જોવા મળશે.

તા.૨૦ ઓકટોબર બાદના દિવસોમાં અમુક વિસ્તારમાં વાતવારણ અસ્થિર બને તેવી શકયતા છે. તેમજ અરબ સાગર અને બંગાળની ખાડીમાં હલચલ જોવા મળશે.

(1:29 pm IST)