Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

અમદાવાદના વસ્ત્રાપુરમાં ડ્રાઈવ ઇન સિનેમા પાસે વિદેશી યુવતીની છેડતી

અમદાવાદ અભ્યાસ કરતી ઇટાલિયન યુવતીની છેડતી કરીને બાઈક સવાર ફરાર

અમદાવાદના વસ્ત્રાપુરમાં ડ્રાઈવ ઇન સિનેમા પાસે એક વિદેશી યુવતીની છેડતીનો કિસ્સો બન્યો છે જેની ફરિયાદનાં આધારે વસ્ત્રાપુર પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ કાર્યવાહી કરી છે.

 આ અંગે મળતી વિગત મુજબ અન્ના મારિયા નામની એક યુવતી, ઈટલીથી અમદાવાદમાં અભ્યાસ કરવા માટે આવી છે. અને, છેલ્લા ઘણા સમયથી તે ડ્રાઈવ ઇન રોડ વિસ્તારમાં રહે છે.ગઈ કાલે મોડી સાંજે જ્યારે આ ઇટાલિયન યુવતી, રોડ પરથી પસાર થઇ રહી હતી ત્યારે બાઇક પર સવાર થઈ રહેલ એક અજાણ્યા યુવકે વિદેશી યુવતી સાથે શારીરિક છેડછાડ કરી હતી. છેડતી કર્યા બાદ આરોપી શખ્સ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પરંતુ આ વાતની જાણ ઇટાલિયન યુવતી દ્વારા વસ્ત્રાપુર પોલીસને કરાતા વસ્ત્રાપુર પોલીસે છેડતીનો ગુનો નોંધી વિદેશી યુવતીની શારીરિક પજવણી કરનાર યુવકની ધરપકડની કવાયત હાથ ધરી છે

(12:53 pm IST)