Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

બે દિવસથી ગૂમ કાપડના વેપારીના ૧૩ વર્ષના પુત્રનો ખારવા નદીના પટમાંથી મૃતદેહ મળ્યો

અપહરણ કરીને મોત નિપજાવ્યાની આશંકા

દાહોદ : છેલ્લા બે દિવસ અગાઉ કાપડ વેપારીના પુત્રના ગુમ થયાની ઘટના બાદ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી-કારઠ રોડ ઉપરથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે .

આ અંગે મળતી વિગત મુજબ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નજીક કારઠ ગામમાં રહેતા અને લીમડી ગામમાં કાપડનો વેપાર કરતા વેપારીનો ૧૩ વર્ષીય પુત્ર તુષાર બે દિવસ અગાઉ ગુમ થયો હતો. ગુમ થયાના બનાવ બાદ દાહોદ રોડ ઉપર આવેલ ખારવા નદીના પટમાંથી બાળકનો મૃતદેહ મળતા ચકચાર મચી હતી. બનાવ આંગે લોકોને જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળા જામ્યા હતા.

કાપડનો વેપાર કરતા વેપારીના પુત્રનો મૃતદેહ મળી આવતા લીમડી પોલીસ ધટના સ્થળે પહોચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. હાલ, ૧૩ વર્ષીય તુષારનું અપહરણ કરી તેનું મોત નિપજાવ્યું હોય તેવું પ્રાથમિક અનુમાન પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે.

(3:21 pm IST)