Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ગુજરાતમાં ૧૦૦ ટકા નળ જોડાણ ધરાવતો ગાંધીનગર પ્રથમ જિલ્લો

૨૭૪ ગામોમાં કામગીરી પૂરી થઇ, બાકીના ૨૯ માટે ઝુંબેશ

ગાંધીનગર તા.૧૫: ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટની બેઠક મળી હતી. ગાંધીનગર જિલ્લાના ૩૦૩ ગામો માંથી ૨૭૪ ગમોમાં ૧૦૦ ટકા નળ કનેકશનની સુવિધા છે. ૨૯ ગામોમાં ગામતળના ૫૬૮ ઘરોમાં નળ કનેકશન બાકી છે. બાકી રહેલા ગામતળના ઘરોમાં નળ કનેકનશ આપવા માટે બેઠકમાં રૂપિયા ૧૭.૯૪ લાખના કામના ખર્ચેને મંજૂરી આપવામાં આવી છે.વાસ્મોના યુનિટ મેનેજર શ્રી એમ.કે.મહેશ્વરીએ જણાવ્યું હતું કે, 'નલ સે જલ' કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ૧૦૦ ટકા નળ કનેકશનની સુવિધા ખૂબ જ ટુંકા સમયમાં પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૨ સુધીમાં તમામ ઘરે નળ કનેકનશનની જાહેરાત કર્યાબાદ ગાંધીનગર જિલ્લાને સૌ પ્રથમ '૧૦૦ ટકા કનેકશન ધરાવતો જિલ્લો'  એવું બિરદુ અપાવવાની તંત્રની ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી છે.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલ, નિવાસી અધિક કલેકટર શ્રી એચ.એમ.જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જી.પી.બ્રહ્મભટ્ટ, વાસ્મોના ડિ.કો.ઓર્ડિનેટર શ્રી અપેક્ષા પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:01 pm IST)