Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પબજીએ વધુ એક ભોગ લીધોઃ ટ્રેનની હડફેડે આવતા યુવકનું મોત

ટ્રેનનો પાવો પણ વાગ્યો, લોકોએ રાડારાડી પણ કરી હતી છતા...

ભરૂચઃ મોબાઈલ ઉપર યુવાઓ વચ્ચે રમાતી પબજી ગેમે વધુ એક યુવકનો ભોગ લીધો છે. કાનમાં ઈયરફોન ભરાવી પબજી રમવામાં વ્યસ્ત ભરૂચના પગુથણ ગામના યુવકનું ટ્રેન હડફેટે આવી જતા મોત નિપજયું હતુ. યુવકની ઓળખ કપડા દ્વારા કરવામાં આવી હતી.

ઘટના સમયે હાજર લોકોના જણાવ્યા પ્રમાણે અમારી રાડારાડી પણ યુવકે ઈયરફોન ભરાવ્યા હોવાથી સાંભળી ન હતી. પગુથણ ગામના ફારૂક દીવાન પાનોલીની કંપનીમાં ઈન્ટરવ્યુ માટે ઘરેથી નિકળ્યો હતો. તે ચાવજ રેલ્વે સ્ટેશન પાસેના પાટાના કિનારે ચાલતો- ચાલતો ઈયરફોન ભરાવી પબજી ગેમ રમી રહ્યો હતો.

આ દરમિયાન ડબલ ડેકર ટ્રેન ચાલકે ભરપુર હોર્ન વગાડયા હતા અને ત્યાં હાજર લોકોએ પણ રાડા રાડી કરી હતી છતા ફારૂક ઉપર તેની કોઈ અસર થઈ ન હતી. પોલીસ ડેડબોડી સીવિલ હોસ્પીટલે લઈ ગઈ હતી. જયાં ફારૂકના પરિવારે કપડાના આધારે તેની ઓળખ કરી હતી.

(12:18 pm IST)
  • મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : રાજકીય પક્ષોની મતદારોને વચનોની લહાણી : 10 રૂપિયામાં ભરપેટ ભોજન , ખેડૂતો માટે દેવા માફીની શિવસેનાની જાહેરાત બાદ હવે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર : 1 કરોડ યુવાનોને રોજગારી આપશું : સ્વાસ્થ્ય, શિક્ષણ, અને રોજગારી ઉપર જોર access_time 12:04 pm IST

  • બીએસએનએલ અને એમટીએનએલ ના કર્મચારીઓ માટે આ વખતે દિવાળી ઉપર કશું મળશે નહીં: આ બંને યુનિયનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નિવાસસ્થાન સુધી વિરોધ કુચ લઈ જવાનું અને ભૂખ હડતાલ પર ઉતરવાની જાહેરાત પણ કરી દીધી છે access_time 11:05 pm IST

  • ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે સીબીઆઈએ સાત સામે કેસ દાખલ કર્યો : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઇએ સાત ભારતીયો ઉપર ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસ દાખલ કરી દીધો છે, સાત જેટલા મોબાઇલ ધારકોએ જુદા જુદા વોટ્સએપ ગ્રુપો બનાવી ચાઈલ્ડ પોર્નોગ્રાફી ને લગતું મટીરીયલ્સ ટ્રાન્સમિશન કર્યાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે access_time 11:09 pm IST