Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ઈલાકા અપૂન કા કાનૂન અપૂન કા' બનાસકાંઠા પોલીસ સ્ટેશનમાં મારામારીનાં આરોપીઓએ વીડિયો બનાવ્યો

ટિક્ટોક વિડીયો વાયરલ થતા પોલીસ બેડામાં અફરાતફરી

ગુજરાતના પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્રારા બનાવવામાં આવતા ટીકટોક વીડિયો જ સામે આવ્યા છે. પણ હવે પોલીસની જ ઘોર બેદરકારીના પગલે લુખ્ખા આરોપીઓ ખુલ્લા મને પોલીસ સ્ટેશન જ્યારે તેમનું ઘર હોય તેમ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મુકી રહ્યાં છે.

બનાસકાંઠાના લાખણી આગથળા પોલીસ સ્ટેશનની ઘોર બેદરકારી સામે આવી છે. મારામારીના કેસમાં અટકાયત કરેલા ચાર યુવકોએ પોલીસ સ્ટેશનમાં જ ટિક્ટોક વિડીયો બનાવ્યો હતો અને તે વિડીયો વાયરલ થતા પોલીસ બેડામાં અફરાતફરી સર્જાઈ છે. મારામારીના કેસમાં 4 યુવકની અટકાયત કરવામાં આવી હતી

આ યુવકોએ પોલીસ સ્ટેશનમાં જ ટિક્ટોક વિડીયો બનાવી રહ્યા છે ત્યારે એ પ્રશ્ન લોકોના મનમાં ચર્ચાઈ રહ્યો છે કે યુવકો પોલીસ સ્ટેશનમાં વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે પોલીસ ઊંઘી રહી હતી કે શું?

(12:17 pm IST)