Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

દિવાળીમાં એસ.ટી. વધારાની બસો દોડાવશે પણ ભાડુ વધારાનું નહિ

રાજકોટ, તા. ૧પ : રાજય સરકારના માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) દ્વારા તહેવારો નિમિત્તે દોડાવાતી એકસ્ટ્રા બસોમાં આ વખતે રાબેતા મુજબ કરતા વધારાનું ભાડુ નહિ લેવાની સરકારે સૂચના આપી છે. મુસાફરોને સ્પેશ્યલ બસોમાં પણ રાબેતા મુજબના ભાડા મુજબ જ મુસાફરીનો લાભ મળી શકશે.

નિગમના જનરલ મેનેજરે એસ.ટી.ના તમામ વિભાગીય નિયામકને પત્ર પાઠવી જણાવ્યું છે કે, આગામી દિવાળીના તહેવારો દરમ્યાન કરવામાં આવનાર એકસ્ટ્રા સંચાલનમાં લેવામાં આવનાર ભાડામાં ચાલુ વર્ષ-ર૦૧૯માં ખાસ કિસ્સા તરીકે તા. રર/૧૦/૧૯ની મધ્યરાત્રીથી તા. ર૭/૧૦/ની મધ્યરાત્રી ૧રઃ૦૦ સુધીના એકસ્ટ્રા સંચાલન દરમ્યાન મુસાફરો પાસેથી નિગમના પ્રર્વતમાન ભાડા મુજબ (એટલે કે, ૦.રપ% ના વધારાના ભાડા સિવાય) ભાડુ વસુલી એકસ્ટ્રા સંચાલન કરવાનું રહેશે.

(11:47 am IST)