Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

સોની બજારમાં મંદીઃ અમદાવાદમાં કામ કરતા ૩૫૦૦૦ કારીગરો બીજે ચાલ્યા ગયા

વેપારીને ઓર્ડર મળતા નથીઃ બંગાળી કારીગરો પાસે કામ નથી

અમદાવાદ, તા.૧૫: દેશભરમાં મંદીને કારણે હજ્જારો લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે ત્યારે સોનાને ચમક આપતા બંગાળી કારીગરો પર આ મંદીના મારમાં સપડાયા છે. દિવાળી આવે અને સોનાની ખરીદી કરે પણ આ વર્ષે મંદીના કારણે સોનાની ખરીદી ઓછા થાય તેવી શકયતા છે અને એટલા કારણે જ, સોનાને ચમક આપતા બંગાળી કારીગરો પણ બેકાર બનવા લાગ્યા છે. સોનાના વેપારીઓને ઓર્ડર મળતા નથી એટલા માટે કારિગરો પાસે કામ નથી.

એક અંદાજ પ્રમાણે અમદાવાદમાં સોનાની વિવિધ પેઢીઓમાં કામ કરતા ૩૫ હજારથી વધુ બંગાળી કારીગરો અમદાવાદ છોડી બીજા રાજયોમાં અથવા તો વતન તરફ જતા રહ્યાં છે.

દિવાળીના તહેવારોમાં સામાન્ય રીતે અમદાવાદના સૌથી જૂના માર્કેટ એવા માણેકચોકમાં ચમક રહેતી હોય ત્યાં હાલ દૂકાનો બંધ હાલતમાં છે. આની સીધી અસર સોનીને ત્યાં કામ કરતા કારીગરો પર પડી છે. જે કારીગરો સવાર-સાંજ અને નાઈટ શિફટ કરીને સોનાના દાગિના બનાવીને મહિનામાં રૂપિયા ૪૦ હજાર કમાતા હતા તે કારિગરો પાસે દિવસનાં આઠ કલાકનું પણ કામ નથી.

કારીગરોની મુશ્કેલી એ છે કે, તેમને ગુજરાતમાં રોજીરોટી મળે છે પરંતુ હવે તો, ગુજરાતમાં જ કામ નથી. છેલ્લાં ૬ મહિનાથી તેમને રોકડામાં કોઈ કામ નથી મળતું.

૧૦ વર્ષ પહેલાં પશ્વિમ બંગાળના કોલકાતાથી અમદાવાદ આવેલા શ્યામલ કોમલકલ નામના કારીગરે માણેકચોકમાં દાગિના બનાવવાનું કામ શરૂ કર્યુ હતું. ન્યૂઝ૧૮ સાથે વાતચીત કરતાં શ્યામલે કહ્યું કે, છેલ્લાં ૪ મહિનાથી તે સવારે ૧૦ વાગે આવે છે અને ૮ વાગે ઘરે જાય છે. પુષ્યનક્ષત્ર હોવા છતાં તેનાં માલિકે તેને કોઈ મોટું કામ આપ્યું નથી. ગયા વર્ષે પુષ્યનક્ષત્રમાં શ્યામલ સવાર સાંજ અને રાતના ૪ વાગ્યા સુધી દાગીના દ્યડતો હતો પરંતુ હાલ તો મંદીના મારમાં તેનો સમય અને પૈસા બંને પર અસર થઈ રહી છે.

સમગ્ર દેશમાં ૮ નવેમ્બર ૨૦૧૬ના દિવસે નોટબંધી લાગુ કરવામાં આવી હતી. જયારે ૧ લી જુલાઈ ૨૦૧૭ના રોજ ઞ્લ્વ્ લાગુ કરવામાં આવ્યો હતો. આ બંને નિર્ણયોએ વેપારીઓની કમર તોડી નાંખી. કઙ્ખશમાં વેપાર કરતા સોનીઓને ડિજિટલ ક્રાંતિ નડી રહી છે. રોકડમાં સોનું ખરીદવાવાળા મળતા નથી.

(10:22 am IST)